Wednesday, February 18, 2026
HomeGujaratકચ્છઃ શિક્ષકની બદલી પર ગામ હિબકે ચઢ્યું, શિક્ષકને આપવામાં આવી ભારે હૈયે...

કચ્છઃ શિક્ષકની બદલી પર ગામ હિબકે ચઢ્યું, શિક્ષકને આપવામાં આવી ભારે હૈયે વિદાય: VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છઃ કચ્છમાં (Kutch) ભૂજના બન્ની ગામમાં શિક્ષકની બદલી (Teacher Transfer) થતાં શિક્ષકને યાદગાર વિદાય (Farewell) આપવામાં આવી હતી. શિક્ષકની બદલી થતાં ગ્રામજનોએ ભારે હૈયે વિદાય આપી હતી. ગ્રામજનોની આટલી સંવેદના જોઈને શિક્ષકના આંખમાં પણ આંસુ આવી ગયા હતા. ભૂજના (Bhuj) બન્ની વિસ્તારના મીસરીયાડા ગામની પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રહલાદ સુથાર તેમની કામગીરી અને સ્વભાવના કારણે ન માત્ર શાળામાં પરંતું આખા ગામમાં લોકપ્રિય હતા. તેમના વિદાય સંમારંભમાં જાણે આખું ગામ હિબકે ચઢયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ બનાસકાંઠાના વતની પ્રહલાદ સુથાર વર્ષ 2007થી મીસરીયાડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જે ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવમાં લોકો જીવી રહ્યા હોય તેવા ગામમાં શિક્ષકે શિક્ષણ કાર્યને સુદ્રઢ બનાવવાનો પડકાર હતો. પરંતું તમામ પરિસ્થિતી વચ્ચે શિક્ષકે અનુકુળ વાતાવરણ બનાવીને બાળકોને શિક્ષિત બનાવ્યા, સાથે જ ગામની દરેક મુશ્કેલીમાં પણ ગામની પડખે ઊભા રહીને મદદગાર બન્યા હતા. શિક્ષકે જે પ્રકારે ગામના બાળકોને શિક્ષત કરવાનું બીડું ઊપાડયું હતું, તે જોતા ન માત્ર ગામના છોકરાઓ, પરંતું છોકરીઓ પણ અભ્યાસ કરતી થઈ હતી. આ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે ભુજ સુધી પહોંચતી હતી.

- Advertisement -

છેલ્લા 17 વર્ષથી શિક્ષક તરીકે તરીકે ફરજ બજાવતા અને ગ્રામજનોના લોકહિતના કાર્યમાં મદદ કરનારા પ્રહલાદ સુથારની પોતાના વતનમાં બદલી થતાં ગઈકાલે તેમનો વિદાય સંમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જાણે ગામનો શ્વાસ રૂંધાઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો. શિક્ષક પ્રહલાદ સુથાર જ્યારે શાળામાંથી વિદાય લઈ રહ્યા હતા તે દરમિયાન ગામના અન્ય શિક્ષકો, બાળકો, ગ્રામજનોની આંખ ભીની થઈ ગતી. ગ્રામજનોનો આટલો પ્રેમ જોઈને શિક્ષકના આંખમાં પણ પાણી છલકાઈ ગયું હતું. શિક્ષકની વિદાય પર ગ્રામજનોએ તેમના પર પુષ્પનો વરસાદ કરીને ગામમાંથી વિદાય આપી હતી. ગામના લોકોએ જાણાવ્યું હતું કે, આવા શિક્ષક દરેક ગામને મળે તો ખાનગી શાળામાં મળતું શિક્ષણ બંધ થઈ જાય, સરકારી શાળામાં આવા શિક્ષકની વિદાયથી આ ગામને મોટી ખોટ પડી છે, હવે અમારા ગામનું શિક્ષણ કોણ આગળ વધારશે?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular