નવજીવન ન્યૂઝ. દ્વારકા: દેવભૂમિ દ્વારકામાં (devbhumi dwarka) એક જ સમુદાયના બે જૂથ વચ્ચે સામે-સામે મારામારીની ઘટના બની છે. જેમાં સાત લોકોને મારામારી દરમિયાન ગંભીર ઈજાઓ પહોંચી છે. જૂની અદાવતમાં બંને જૂથો બાખડ્યા (Group Clash) હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાંભળિયા તેમજ અન્ય સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ ભાણવડ પોલીસને (bhanvad police) થતાં પોલીસનો જંગી કાફલા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતો. હાલ ગામમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ મામલે ભાણવડ પોલીસે મારામારીનો ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ, દેવભૂમિ દ્વારાકાના સેવક દેવળીયા ગામે આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે જૂની અદાવતના કારણે માથકૂટ થઈ હતી. જેમાં બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેમાં કેટલાક લોકો ધારિયા, તલવાર તેમજ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને એકબીજા પર તૂટી પડ્યા હતા. જેમાં એક સમય માટે સેવક દેવળીયા ગામ યુદ્ધની ભૂમિમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. જૂથ અથડામણમાં સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઘટનાને પગલે સમ્રગ ગામમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા ભાણવડ પોલીસના કાફલો સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કલિક સારવાર માટે ખંભાળિયા તેમજ અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ ગામમાં બનેલી ઘટના પડઘા અન્ય વિસ્તારમાં ન પડે તે માટે સમ્રગ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ મારામારી કરનારા વ્યક્તિઓ સામે રાયોટિંગ સહિત અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796