સોનાના ભાવમાં છેલ્લા ૩૮ વર્ષમાં પહેલો સૌથી મોટો ત્રિમાસિક ઉછાળો
એક ઔંસ સોનાથી ૯૬.૧૮ ઔંસ ચાંદી ખરીદી શકો અર્થાત જગતમાં ક્યાંય ફુગાવો નથી
લંડનથી ઉડીને એટલાન્ટીક પાર જતી ફીઝીકલ ચાંદીના સોદામાં હવે કોઈ રસકસ નાં રહ્યો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ગુરુવારે બુલિયન બજારામાં છરી-ચાકા ઉડ્યા હતા. હાજર સોનું ૧૦૩ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) તૂટી ૩૦૫૪.૩૧ ડોલરનું તળિયું જોઈ આવ્યું. ચાંદીના (Silver) ભાવ એક જ દિવસમાં ૬.૮ ટકા ગબડી ૩૧.૭૫ ડોલર, ૧૧ માર્ચનું તળિયું જોઈ આવ્યા. કારણ માત્ર એટલુંજ હતું, ટ્રમ્પએ અમેરિકન જકાતમાંથી બુલિયન બજારને બાકાત રાખ્યું. ગુરુવારે એશિયન બજાર સત્રમાં સોનાના (Gold) ભાવ એક તબક્કે ૨૦૨૫મા અત્યાર સુધીમાં ૧૯ ટકાના ઉછાળા સાથે ૩૧૬૭.૫૭ ડોલર મુકાયા હતા, આ ભાવ ૨૦૨૨થી ગણવામાં આવે તો ૭૧ ટકાનો જબ્બર ઉછાળો દાખવતા હતા. સેમીકંડકટર ઉત્પાદનમાં મોટાપાયે વપરાતી ચાંદીની ચિંતામાં અમેરિકાએ જકાતના નવા દરો નક્કી કર્યા, તેમાં લઘુત્તમ ૧૦ ટકા બેઝ્લાઈન આયાત જકાત જ લાદવાનું નક્કી થયું. ગોલ્ડ સિલ્વર રેશિયો ચાર્ટ જોઈએ તો તે સોનાની તરફેણ કરે છે, મતલબ કે તમે એક ઔંસ સોનાથી ૯૬.૧૮ ઔંસ ચાંદી ખરીદી શકો, અર્થાત જગતમાં ક્યાંય ફુગાવો નથી.
ટ્રેડરો ઉડાઉદ કરીને અમેરિકન બોન્ડ બજારમાં ભરાયા, પરિણામે સોના ચાંદીનાં ભાવ ગબડી પડ્યા. જો કે રોકાણકારો માટે આ ભાવ ખરીદીની તક આપતા હતા. ગુરુવારે એશિયન બજાર સત્રમાં તેજી વેગથી આગળ વધવા ઉતાવળી થઇ હતી. પણ ભાવ ઘટવાનું નામ નાં લેતા, ટ્રેડરો મૂંઝાયા નફો બુક કરવાના ઈરાદાથી કોઈપણ ભાવે બધું વેચાવા દોડી ગયા, પરિણામે મંદીવાળા હેમરીંગ કરવા ધસી આવ્યા.
એશિયન ટ્રેડીંગ સત્રમાં સોનાના ભાવ ૩૧૬૭ ડોલર થયા તે ૨૧મી સદીની ઉંચાઈએ, ૨૦૨૫મા નવો વિક્રમ બનાવ્યો. છેલ્લા ૩૮ વર્ષમાં આ પહેલો, સૌથી મોટો ત્રિમાસિક ઉછાળો હતો. ટ્રમ્પ ભાઈ ટેરીફ્ના શક્ય એટલા મોટા તકાદા કરે તે અગાઉ, ન્યુયોર્કના ગોદામો સોનાચાંદીથી છલકાઈ ગયા હતા. કોમેકસ માન્ય ગોદામોમાં અમેરિકાની ચાર વર્ષની માંગને પહોચી વળાય તેટલા સોનાચાંદીના ખડકલા થઇ ગયા, ટ્રમ્પ ચુંટણી જીત્યાના દિવસ પછી, અમેરિકામાં ૨૫૦ ટકા વધુ પુરવઠો જમા થઇ ગયો. અમેરિકાની ચાર વર્ષની ઔધ્યોગિક ચાંદીની માંગ જેટલો પુરવઠો જમા થઇ ગયો. જો નવેમ્બર આરંભથી જોઇએતો આ જથ્થો ૮૦ ટકા વધ્યો હતો.
કોમેકસ ગોલ્ડ જુન વાયદા સામે લંડન બુલીયનની આર્બીટ્રાજ અપોર્ચ્યુંનીતી (આર્બ, ભાવ તફાવત ગાળીયા) બુધવારની ઊંચાઈએથી ૬૬ ટકા ઘટીને માત્ર ૨૦ ડોલર પ્રતિ ટ્રોય ઔન્સ રહી ગયા. વેપારી માન્યતા પ્રમાણે ટ્રમ્પ ટેરીફ ગાજ્યા મેહ વરસ્યા નહિ, તેથી ડીલરોએ સાર્વત્રિક નફો બુક કરવા બજારમાં ઉતરી પડ્યા. પરિણામે લંડન અને ન્યુયોર્ક મે ચાંદી વાયદાનો ભાવ ગાળિયો ૮૦ ટકા એટલે કે ૧ ડોલરથી ઘટી, માત્ર ૨૦ સેન્ટ રહી ગયો. લંડનથી ઉડીને એટલાન્ટીક પાર જતી ફીઝીકલ ચાંદીના સોદામાં હવે કોઈ રસકસ નાં રહ્યો.
આટલું અધૂરું હોય તેમ, ટ્રમ્પ સાહેબે તેમના પહેલા કાર્યકાળ દરમિયાનનાં યુએસમેક નામે મેક્સિકો અને કેનેડા વચ્ચે કરેલા વેપાર કરાર જેમના તેમ જાળવી રાખ્યા, આથી ઔદ્યોગિક વપરાશ માટેની મહત્વની એવી ચાંદીની, લંડન ખાતે જબ્બર અછત સર્જાઈ. સોનાની તુલનાએ ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડતા, લંડન બેન્ચમાર્ક ગોલ્ડ સિલ્વર રેશિયો અઢી વર્ષની ઉંચાઈએ ૯૬ થયો.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અહેવાલ કહે છે કે ટ્રમ્પ અમેરિકન ચૂંટણી જીત્યા પછી ૨૦૨૪ના છેલ્લા ત્રિમાસિકમાં જગતની સેન્ટ્રલ બેન્કોએ વર્ષાનું વર્ષ ૫૪ ટકા વધુ ૩૩૩ ટન સોનું ખરીદ્યું હતું. જાગતિક બજારમાં સેન્ટ્રલ બેન્કોને સોનું વેચતા અમારા એક સુત્રે કહ્યું કે, જે સેન્ટ્રલ બેન્કોએ ઓછું સોનું ખરીદ્યું છે તેમની હાલત તમે લઇ ગયા અને અમે રહી ગયા જેવી થઇ છે. આવી સેન્ટ્રલ બેંકો હવે બજારમાં ઉતરનાર છે.
આ વર્ષે, પાછલા કેટલાય દાયકાઓમાં નહિ ખરીદાયું હોય તેટલા મોટા જથ્થામાં સેન્ટ્રલ બેંકો હવે પછી સોનું ખરીદવા આવનાર છે. જ્વેલરી વપરાશ અને રોકાણકારોની લેવાલી પછી ૨૩ ટકા સાથે સેન્ટ્રલ બેંકો ત્રીજા નંબરે સૌથી વધુ સોનાની ખરીદી કરે છે. સામાન્ય રીતે ભારતીયો ભાવ સંવેદનશીલ પ્રજા છે, તેઓ ભાવ ડૂબકી મારે ત્યારે ખરીદવા આવે છે અને ભાવ વધે ત્યારે બજારથી આઘા ખસી જાય છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796