Thursday, April 24, 2025
HomeGujaratબાળ સુરક્ષા વિભાગના સેમિનારમાં 13 વર્ષની બાળકી પર દિવ્યાંગ પિતાના દુષ્કર્મનો ઘટસ્ફોટ,...

બાળ સુરક્ષા વિભાગના સેમિનારમાં 13 વર્ષની બાળકી પર દિવ્યાંગ પિતાના દુષ્કર્મનો ઘટસ્ફોટ, સાથે સાત કશોરોનું પણ સામૂહિક દુષ્કર્મ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નડિયાદ: દેશમાં અને ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય છે, પણ જ્યારે પોતાની જ દીકરી પર પિતા દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવે ત્યારે કળિયુગ તેની પરાકાષ્ઠાએ હોય તેવી પ્રતીતી થાય છે. પિતા-પુત્રીના સબંધને શર્મશાર કરતી ઘટનાઓ માણસની માનસિકતા છતી કરે છે. આવી જ એક ઘટનાનો ઘટસ્ફોટ પોકસો એક્ટને (pocso act) લઈને યોજવામાં આવેલા એક સેમિનારમાં થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ખેડા (Kheda) જીલ્લાના નડિયાદમાં (Nadiad) બાળ સુરક્ષા વિભાગ દ્વારા પોકસો એક્ટને લઈ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં બાળકીઓ કેવી રીતે દુષ્કર્મનો ભોગ બને છે તે મુદ્દા પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે સેમિનારમાં બેઠેલી 13 વર્ષની એક બાળકી રડવા લાગી હતી. બાળકીને રડતી જોઈ બાળ સુરક્ષા વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકીની કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું. પહેલા તો બાળકી ખૂબ જ ડરી ગયેલી હતી પણ બાળકી સાથે શાંતિથી વાત કરતાં બાળકીએ થોડી સ્વસ્થતા ધારણ કરી હતી. બાળકીના કાઉન્સલિંગ દરમિયાન બાળકી દ્વારા જે પ્રકારની વાત કરવામાં આવી છે તે ચોંકાવનારી છે. બાળકીએ પોતાના સગા દિવ્યાંગ પિતા દ્વારા જ અનેકવાર દુષ્કર્મ કરવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. સાથે બાળકીએ એમ પણ જણાવ્યું હતું કે, બીજા સાત કિશોરો દ્વારા પણ સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ પ્રકારની વાત સામે આવતા સુરક્ષા એકમના કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા. બાળકીને વધુ પૂછપરછ કરતાં બાળકીએ જણાવ્યું કે, નડિયાદના તાલુકાના એક ગામમાં બાળકી પિતા સાથે રહેતી હતી. પણ બાળકી 2 વર્ષની હતી ત્યારે બાળકીની માતાનું અવસાન થઈ ગયું હતું. બાળકીના પિતાએ નેપાળી મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. બાળકીની સાવકી માતા બાળકીને પોતાની સાથે રાખવા તૈયાર ન હતી. જેથી બાળકીના પિતાએ બાળકીને નડિયાદની હોસ્ટેલમાં મૂકી દીધી હતી. બાળકી સમયાંતરે હોસ્ટેલથી પિતાના ઘરે આવતી હતી. તે દરમિયાન દિવ્યાંગ પિતા બાળકી સાથે દુષ્કર્મ ગુજારતો હોવાની તથા બીજા સાત કિશોરો દ્વારા પણ બાળકી સાથે અનેકવાર સામૂહિક દુષ્કર્મ થવાની વાત સામે આવતા બાલ સુરક્ષા એકમના અધોકારીઓ પણ ચોંકી ગયા હતા. બાળકીએ જણાવેલી હકીકતને આધારે બાળ સુરક્ષા વિભાગના અધિકારી કિર્તી જોશીએ બાળકીના દિવ્યાંગ પિતા અને સાત કોશોરો પર નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બાબતે વાત કરતાં બાળ સુરક્ષા વિભાગના અધિકારી કિર્તી જોશીએ જણાવ્યું કે, હોસ્ટેલમાં પોકસો એક્ટને લઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આ બાળકીએ તેના પિતા દ્વારા અને બીજા સાત કિશોરો દ્વારા તેની પર દુષ્કર્મ કરવાની વાત કરી છે. જેથી બાળકીના નિવેદન મુજબ દિવ્યાંગ પિતા અને સાત કિશોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા તેની તપાસ પણ ચાલુ છે. બાળકીએ સાત કિશોરોના નામ પણ આપ્યા છે. આ કેસમાં અધિકારી કિર્તી જોષી પોતે જ ફરિયાદી બન્યા છે. બાળકીએ લેખિત નિવેદન પણ આપ્યું છે જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular