નવજીવન ન્યૂઝ. ખેડાઃ નવરાત્રીને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. ખૈલયાને બે વર્ષ બાદ ગરબા ઝુમવાનું મળતા મન મુકીને ગરબાના તાલે ઝુમી રહ્યા છે. ત્યારે ગઈકાલે 8માં નોરતે ખેડામાં ચાલુ ગરબામાં પથ્થર મારાની ધટના બની હતી. ગરબાની રમઝડ ચાલી રહી હતી તે દરમિયાન અસામાજિત તત્વનું ટોળું આવી પહોંચી હતું અને ગરબા રમી રહેલા ખૈલયા પર પથ્થર મારો કર્યો હતો. પોલીસે હાલ 43 લોકોના નામ જોગ ફરિયાદ દાખલ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર. ખેડાના માતરના ઉંઢેર ગામાં તુળજા માતાના મંદિર પાસે આઠમાં નોરતે ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે દરમિયાન અંદાજીત 150 લોકોનું ટોળું ત્યા આવી પહોંચ્યું હતું. અસામાજિક તત્ત્વો દ્રારા ગરબાની રમઝટમાં રંગમાં ભંગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગરબે ઝુમી રહેલા ખૈલયા પર ટોળાએ અચાનક પથ્થર મારો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવમાં 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો.
હાલ ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે માહિતી આપતાં ખેડા ડીએસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, આરિફ અને ઝહીર નામના બે યુવકોના એક જૂથે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ ટોળા દ્વારા ગરબા ગાતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ગામમાં પોલીસ તૈનાત કરીને જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગામમાં આવતા-જતા દરેક વ્યક્તિની તલાસી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એક વાહનના કાચ પણ તૂટી ગયા હતા. આ વિસ્તારમાં હજુ પણ તણાવનું વાતાવરણ છે. આ ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે 11 લોકોની અટકાય કરીને પૂછપરછ હાથ ધરી છે.








