નવજીવન ન્યૂઝ.વડોદરાઃ હાલમાં જ વડોદરાના જાણીતા ગરબામાં એક યુવતી પ્રતિબંધીત ઈ સિગારેટ પીતો વીડિયો વાયરલ થયો. આ મામલે ધાર્મીક લાગણી દુભાવવા મામલે પણ પોલીસમાં અરજી થઈ હતી. જે પછી પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમએ ઘણા સ્થાનો પર કાર્યવાહી કરી હતી. પોલીસે 40 ટીમ બનાવી હતી. આ ટીમ દ્વારા ઘણી ગરબા દરમિયાન થતી ગેરકાયદે ગતિવિધિઓ પર નજર રાખશે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના ઘણા પાન પાર્લર્સ પરથી મોટી સંખ્યામાં ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે કેટલીક કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં કુલ 91 હજારથી વધુની મત્તા પોલીસને હાથ લાગી હતી. આ સીલસીલો હજુ પણ આગળ વધે તેમ છે. સોશિયલ મીડિયા પર જો યુવતીનો ઈ સિગારેટના દમ મારતો વીડિયો વાયરલ થયો ન હોત તો કદાચ આ કાર્યવાહીઓ અચાનક થવા માંડી ન પણ હોત.
આ યુવતીનો વીડિયો વાયરલ થયો પછી ઘણા પ્રતિભાવો જાણવા મળ્યા હતા. જે પછી કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરી દીધા હતા. દરમિયાન પોલીસે અલકાપુરી વિસ્તારમાં આવેલા વિન્ડસર પ્લાઝામાં આવેલા પારસ પાન અને દુકાન પર અને અમર પાન પર રેડ કરી હતી. પોલીસે અહીં બંને જગ્યાએથી 91 હજારથી વધુની મત્તા જપ્ત કરી લીધી છે. આ ઉપરાંત પારસ પાન પાર્લરના માલિક જીતુ શ્યામભાઈ ખેરાજમલાણી (રહે ચંદ્રવડી સોસાયટી, કારેલીબાગ, અને દેવાનંદ રમેશભાઈ કોટવાણી (રહે, આકાશગંગા, મકરપુરા)ની અટકાયત કરી લીધી છે. બંને સામે પોલીસે પ્રોહિબીશન એક્ટ ઓફ ઈલેક્ટ્રોનીક સિગારેટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.








