નવજીવન ન્યૂઝ. કર્ણાટક: Karnataka News: કેટલીક ઘટનાઓ એવી સામે આવે છે, પ્રથમ નજરે તે કારણ પર વિશ્વાસ ન આવી શકે. પણ વાસ્તવિકતા એ છે કે એવી નાની બાબતો પણ માણસને ગંભીર ગુના સુધી લઈ જાય છે. એમાં પણ સબંધ ગમે તે હોય. એમ મા તેના દીકરાને રહેસી નાખે અને તે પણ લગભગ કોઈ તથ્ય વિના, ત્યારે સંતાનના તેની માતા સાથેના સબંધો માટે કે કઈ કહેવાય છે તે પણ અતિશયોક્તિભર્યું લાગે છે. ત્યારે AI કંપનીની CEOએ તેના ચાર વર્ષના દીકરાની હત્યા કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાટકના ચિત્રદુર્ગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેંસ કંપનીમાં CEO તરીકે કામ કરતી એક મહિલાએ તેના ચાર વર્ષના દીકરાની હત્યા કરી છે. સૂચના શેઠ નામની મહિલાના લગ્ન 2010માં થયા હતા. 2019માં તેણીએ એક દીકરાને જન્મ આપ્યો હતો. જો કે દીકરાના જન્મ બાદ સૂચના અને તેના પતિ સાથે વચ્ચે કોઈ બાબતને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી સૂચના અને તેનો પતિ અલગ રહેતા હતા. બંનેએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે પતિ-પત્નીને છૂટાછેડા માટે મંજૂરી આપી હતી. પણ કોર્ટે ચાર વર્ષના દીકરાની કસ્ટડી સૂચનાને સોંપી હતી.
જો કે કોર્ટે અઠવાડિયામાં એક વાર તેના દીકરાને મળવાની મંજૂરી આપી હતી. સૂચનાને તેના દીકરાનું પિતા સાથે મળવું ગમતું ન હતું. જેથી સૂચનાએ એવું કઈક વિચાર્યું જે તેની સમસ્યાનું સમાધાન ક્યારેય ન હોઈ શકે. સૂચના તેના દીકરાને લઈ ગોવા ગઈ અને એક હોટેલમાં રોકાઈ. સૂચનાએ રાતે જ તેના ચાર વર્ષના દીકરાની હત્યા કરી નાખી. બીજા દિવસે સવારે જ્યારે સૂચના હોટેલમાંથી ચેક આઉટ કરી રહી હતી ત્યારે તે એકલી હતી. હોટેલ સ્ટાફે આ બાબતે સૂચનાને પૂછ્યું ત્યારે સૂચનાએ કહ્યું કે, તેને તેના દીકરાને પહેલા જ મોકલી દીધો છે.
સૂચનાએ ચેક આઉટ કર્યા પછી હોટેલ સ્ટાફે તેના રૂમની તપાસ કરી તો તેની રૂમમાં લોહીના દાગ જોવા મળ્યા. જેથી હોટેલ સ્ટાફની શંકા વધુ પ્રબળ બની. હોટેલ સ્ટાફે તરત જ પોલીસને આ બાબતે જાણ કરી. પોલીસ પણ આ બાબતે સક્રિય થઈ અને મહિલાને હોટેલમાંથી લઈ જનાર ટેક્સી ડ્રાઈવરે કહ્યું કે, મહિલાને નજીકના પોલીસ સ્ટેશને લઈ જાય. ટેક્સી ડ્રાઈવર મહિલાને શંકા ન પડે તે રીતે ટેક્સીને પોલીસ સ્ટેશને લઈ ગયો. આ પોલીસ સ્ટેશન કર્ણાટકના ચિત્રદુર્ગમાં હતું. બાદમાં ગોવા પોલીસ ચિત્રદુર્ગ પહોંચી અને આરોપી સૂચનાની ધરપકડ કરી લીધી. ગોવા પોલીસે આરોપી સૂચના સામે હત્યા મુજબની કલમ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796