Thursday, April 23, 2026
HomeGujaratGandhinagarકલોલ: જાહેરમાં ઘાસ વેચતા લોકો સામે નગરપાલિકા કરશે દંડનીય કાર્યવાહી

કલોલ: જાહેરમાં ઘાસ વેચતા લોકો સામે નગરપાલિકા કરશે દંડનીય કાર્યવાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કલોલ: Kalol News: ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કલોલમાં નગરપાલિકાએ (kalol Nagarpalika) અનોખો ફરમાન જારી કર્યો છે, જેમાં કહેવામા આવ્યું છે કે જે લોકો જાહેર રસ્તાઓ અને સ્થળો પર ઘાસચારાનું વેચાણ કરે છે તેમની સામે હવે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાના આ નિર્ણયથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને નગરપાલિકાના આ નિર્ણયને આવકાર્યો હતો.

છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકો કલોલમાં જાહેર રસ્તાઓ પર ઘાસચારો વેચતા હતા, જેના કારણે રસ્તા પર રખડતા પશુઓના કારણે સ્થાનિકોને તકલીફ વેઠવી પડી રહી હતી. સાથે જ ટ્રાફિકજામ જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડતો હતો. કેટલીક વાર તો એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે ઘાસ ખાવા આવેલા પશુઓમાં લડાઈ થતાં રાહદારીઓ પણ તેમની અડફેટે આવે છે અને ઇજાગ્રસ્ત થાય છે.

- Advertisement -

આ વાત નગરપાલિકાના ધ્યાને આવતા ગઇકાલે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જાહેર રસ્તા પર ઘાસચારો વેચતા ચાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી હતી અને તેમનં પાસે રહેલું ઘાસ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. સાથે જ નગરપાલિકાએ આ વ્યક્તિઓ પાસેથી વહીવહી ચાર્જ પણ વસૂલ્યો હતો. ત્યાર બાદ નગરપાલિકાએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં કહેવામ આવ્યું છે કે, જાહેર રસ્તાઓ અને સ્થળોએ ઘાસચારો વેચવો પ્રતિબંધિત છે અને જો કોઈ વ્યક્તિ આવું કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular