Friday, June 5, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીના પરિણામ જાહેર, ભાજપનો દબોદબ યથાવત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીના પરિણામ જાહેર, ભાજપનો દબોદબ યથાવત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ખાલી પડેલી 18 જેટલી મહાનગપાલિકાની બેઠક અને 27 નગરપાલિકાની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) વચ્ચે સામ-સામે કાંટાની ટક્કર જોવા મળી હતી. આ નગરપાલિકા અને મહાનગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર આજે થયું છે. જેમાં ભાજપને 19 બેઠકો પર જીત મળી છે. જ્યારે કોંગ્રેસના 7 બેઠકો જીતવામાં સફળતા મળી છે અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

જબુંસર વોર્ડનંબર 7માં એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે, આમોદ વોર્ડ નંબર 4 અને 2 બેઠકો પર ભાજપની જીત, અમોદ વોર્ડ નંબર 6 એક બેઠક અપક્ષની જીત થઈ છે. ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 6ની એક બેઠક પર કોંગ્રેસની જીત, મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 7ની એક બેઠક કોંગ્રેસની જીત, સુરત મનપાની વોર્ડ નંબર 20ની એક બેઠક પર ભાજપની જીત, મહુવાની નગરપાલિકાની વોર્ડ નંબર 3ની એક બેઠક પર ભાજપની જીત, પાલિતાણા વોર્ડ નંબર 7 અને 2 બેઠકમાં ભાજપની જીત, રાજપીપળાના વોર્ડ નંબર 6ની એક બેઠક પર ભાજપની જીત, પાલનપુર વોર્ડ નંબર 4ની એક બેઠક પર કોંગ્રેસની જીત, ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 6ની એક બેઠક પર ભાજપની જીત, પાલિતાણા નગરપાલિકાની વોર્ડ નંબરબર 3ની 3 બેઠક પર ભાજપની જીત, ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 9ની એક બેઠક પર કોંગ્રેસની જીત, પોરબંદર નગરપાલિકા વોર્ડ નંબર 13માં ભાજપની જીત, ઉંઝા નગરપાલિકા વોર્ડનંબર 12ની એક બેઠક પર ભાજપની જીત, તાલાળાની નગરપાલિકાની વોર્ડ નંબર 2ની એક બેઠક ભાજપની જીત થઈ છે.

- Advertisement -

હાલ પેટા ચૂંટણીના જે પરિણામ સામે આવ્યા છે. તેને લઈ ભાજપની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ અસફળ રહી છે. ગુજરાતમાં જિલ્લા પંચાયતથી માંડીને વિધાનસભા સુધી ભાજપની સરકાર છે અને પેટાચૂંટણીના પરિણામે ફરી એકવાર ભાજપ દબદબો કાયમ રાખ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular