નવજીવન રાયપુર : છત્તીસગઢના રાયપુરમાં આયોજિત ધર્મ સંસદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ ‘અપમાનજનક’ ટિપ્પણી કરવા અને તેમના હત્યારા નાથુરામ ગોડસેના વખાણ કરવા બદલ કાલીચરણ મહારાજની ધરપકડ કરવામાં આવી છે. કાલીચરણની મધ્યપ્રદેશના ખજુરાહોથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાલીચરણે ખજુરાહોના એક ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરાવ્યું હતું પરંતુ તે ત્યાં રોકાયો ન હતો. તેણે તે ગેસ્ટ હાઉસમાંથી ચેકઆઉટ પણ કર્યું ન હતું જેથી તે પોલીસને ચકમો આપી શકે. કાલીચરણ ખજુરાહોથી 25 કિમી દૂર બાગેશ્વરી ધામ પાસે એક વ્યક્તિના ઘરે રોકાયો હતો. પોલીસથી બચવા તેના તમામ સહયોગીઓએ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધા હતા. પોલીસ દિવસભર કડીઓ શોધતી રહી અને વહેલી સવારે 8-10 પોલીસકર્મીઓની ટીમ તેની ધરપકડ કરી અને રાયપુર જવા રવાના થઈ. આજે સાંજ સુધીમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મહારાષ્ટ્રના અકોલાથી આવેલા કાલીચરણ મહારાજે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ઈસ્લામનો ઉદ્દેશ્ય રાજનીતિ દ્વારા રાષ્ટ્રને કબજે કરવાનો છે. તેમણે એમ પણ જાહેર કર્યું કે ‘મોહનદાસ કરમચંદ ગાંધીએ દેશનો નાશ કર્યો… નથુરામ ગોડસેને સલામ, જેમણે તેમની હત્યા કરી.’ કાલીચરણ મહારાજે માગ કરી કે લોકો હિંદુ ધર્મનું “રક્ષણ” કરવા માટે ‘કટ્ટર હિન્દુ નેતા’ પસંદ કરે.
કોંગ્રેસના નેતા પ્રમોદ દુબે જેઓ પોતે ધર્મ સંસદમાં હાજર હતા. તેમની ફરિયાદ પર કાલીચરણ મહારાજ સામે પોલીસે 505(2) અને 294 હેઠળ કેસ નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસે કાલીચરણની મહાત્મા ગાંધી અને ચોક્કસ સમુદાય વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો વીડિયો પણ જપ્ત કર્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.