Wednesday, December 11, 2024
HomeGeneralઅરવલ્લીની દીકરીએ સર કર્યુ આકાશ: માલપુર તાલુકાના પરસોડા ગામની પ્રથમ પાયલોટ બની...

અરવલ્લીની દીકરીએ સર કર્યુ આકાશ: માલપુર તાલુકાના પરસોડા ગામની પ્રથમ પાયલોટ બની રચના પટેલે રચ્યો ઇતિહાસ

- Advertisement -

જય અમીન (નવજીવન.અરવલ્લી): અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામની રચનાબેન ઈશ્વરભાઈ પટેલે પાયલોટની પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ છે. રચના પટેલન લગ્ન મોડાસા શહેરના ખ્યાતનામ બિલ્ડર્સ અને સેવાભાવી અગ્રણી કમલેશ પટેલના પુત્ર ખીલન પટેલ સાથે થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રચના પટેલની કારકીર્દીમાં લગ્ન જીવન આડે આવ્યું નથી. રચના પટેલે લગ્ન પછી પતિ અને સાસરીપક્ષનો સપોર્ટ મળતા બાળપણમાં સેવેલ સપનને સાકાર કરવામાં સફળ રહી છે રચના પટેલે “પાઈલોટ “ની પદવી હાંશલ કરી હવાઈ ઝાહાજની સફળ ઉડાન ભરી પાટીદાર સમાજનું તેમજ અરવલ્લી જિલ્લામાં નામ રોશન કરતા ઠેર ઠેર થી અભિનંદન ની વર્ષા વરસી રહી છે.

- Advertisement -



રચના પટેલ 12 મા ધોરણ પછી ગુજરાત ફાઇનગ ક્લબ વડોદરામાં ભણવાનું સારુ કર્યું અને વધારે આગળ જાવા માટે દિલ્હી ટ્યૂશન કલાસ સારું કર્યા અને રચના પટેલને 8 મા ધોરણમાં હતી ત્યારથી ઈચ્છા હતી કે પાઇલોટ બનવુ અને રચના પટેલના કુટુંબમાં બધા લોકોએ બહુ જ સપોર્ટ કર્યો કે તું પાયલોટ બન ત્યારે જો વાત કરીએ તો રચના પટેલના પતિ હિલનએ પણ તેને સપોર્ટ કર્યો અને જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે આવે ત્યારે તેને હિલન શિખામણ આપતો અને સમજાવતો અને તેને આગળ વધવા માટે પ્રોત્સાહન આપતો. જયારે તેને પૂરેપૂરી માહિતી નોહતી ત્યારે રચના ફેશન ડિઝાઇનનું કરતી અને જયારે ગુજરાત ફ્લાયઇંગ ક્લબ વડોદરાની જાહેરાત આવી અને ખબર પડી ત્યારે રચના પટેલ જોઇનિંગ કર્યું અને ત્યાં વડોદરા ગયા પાછી બધા શિક્ષકોનો ખુબ જ સપોર્ટ મળ્યો, રચના પટેલ ફ્લાઇનિંગમાં 200 કલાકની ટ્રેનિંગ હોય તેમાં 100 કલાક તો સર જોડે હોય અને બીજા 100 કલાક ગુજરાતના નજીકના રાજ્યોમાં હોય અને રચના પટેલ એ ફ્લાઈંગ પૂરું કર્યું અને તરત જ કોમર્શિયલ લાઇસન્સ મડી ગયું અને ખાસ જો વાત કરીએ તો પોતાના કુટુંબનો બહુ જ સપોર્ટ રહ્યો અને આજે રચના પટેલ પાયલોટ બની ગઈ અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

- Advertisement -





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular