નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ મહેસાણામાં (Mehsana) હેવાનીયતનો કમકમાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક યુવતી પર તેના જ મંગેત્તરે બળાત્કાર ગુજાર્યો હતો. હેવાન મંગેત્તર આટલેથી ન સંતોષાતા યુવકીના વાળ પણ કાપી નાખ્યા હતા, યુવતીના શરીર પર બચકા પણ ભર્યા હતા, સાથે જ યુવતીને નગ્ન હાલતમાં કારમાંથી બે પગ પકડીને ઠસડીને રોડ પર ઊતારીને પલાયન થઈ ગયો હતો. જોકે સ્થાનિકો યુવતીને મદદ આવ્યા હતા. યુવક જે યુવતીના કપડાં ફેંકીને ગયો હતો તે યુવતીને આપીને પોલીસને જાણ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, વિરમગામમાં (Viramgam) રહેતી 23 વર્ષીય એક યુવતીની સગાઈ આઠ મહિના અગાઉ કડીના (Kadi) એક યુવક સાથે થઈ હતી. યુવક-યુવતી વચ્ચે વાતચીત શરૂ થતાં એકબીજાના ઘરે પણ આવતા જતા હતા. પરંતું યુવક ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાની જાણકારી યુવતીને થતાં તેણીએ કોઈ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. જોકે આ વાતથી યુવક ઉશ્કેરાઈ ગયો હતો.
ગઈકાલે યુવક સ્કોર્પિયો કાર લઈને વિરમગામથી યુવતીના ઘરે આવ્યો હતો. યુવકે યુવતીને છેલ્લી વાર મળવાનું જણાવીને નાસ્તો કરવાના બહાને તેની સાથે બહાર લઈ ગયો હતો. આ દરમિયાન યુવતીએ યુવક સાથે સંબંધ રાખવાની ના પાડી દેતા યુવક આક્રોશમાં આવી ગયો હતો. સંબંધ રાખવાની કેમ ના પાડે છે, તેમ કહીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને યુવકે યુવતીને માર માર્યો હતો. સાથે જ યુવતી પર કારમાં બળાત્કાર ગુજાર્યો હતો. હેવાન યુવકે યુવતીને નખ મારીને બચકા પણ ભર્યા હતા. આટલાથી યુવકને સંતોષ ન થતાં કાતરથી યુવતીના વાળ પણ કાપી નાખ્યા હતા અને આખી રાત કારમાં યુવતીને ગોંધી રાખી હતી.
બીજા દિવસે સવારે યુવક યુવતીને લઈને કડીના બલાસર ફાટક પાસે આવ્યો હતો અને યુવતીને અર્ધનગ્ન હાલતમાં રોડ પર ફેંકીને જતો રહ્યો હતો. આખરે રસ્તા પરથી પસાર થતાં લોકો યુવતીની મદદે આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને DySP સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે યુવતીને સારવાર માટે મોકલીને યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને યુવકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








