Friday, April 17, 2026
HomeNationalશ્રીનગરના લાલ ચોકમાં આ રીતે થયું રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમાપન

શ્રીનગરના લાલ ચોકમાં આ રીતે થયું રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમાપન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. શ્રીનગર: રાહુલ ગાંધીની(Rahul Gandhi) કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra) આજે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સંપન્ન થઈ હતી. ભારત જોડો યાત્રાના સમાપન પ્રસંગે રાહુલ ગાંધીએ શ્રીનગરના લાલ ચોક(Lal Chowk, Srinagar) ખાતે તિરંગો ફરકાવી રાષ્ટ્રગાન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા.

Rahul Gandhi National flag hoisting Lal Chowk Srinagar
Rahul Gandhi National flag hoisting Lal Chowk Srinagar

આજરોજ શ્રીનગરના લાલ ચોક ખાતે રાહુલ ગાંધીની 3500 કિલોમીટર લાંબી ચાલેલી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પહોંચી હતી. દરમિયાન ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે લાલ ચોક ખાતે રાહુલ ગાંધીએ ત્રિરંગો ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. હજારો કાર્યકરો અને નેતાઓની હાજરીમાં સંપન્ન થયેલી ભારત જોડો યાત્રાના કાર્યક્રમ પ્રસંગે સુરક્ષાને ધ્યાને રાખી લાલ ચોકની આસપાસની સુરક્ષાને કારણે બજાર બંધ રાખવામાં આવી હતી. સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોનો કાફલો પણ બંદોબસ્તમાં જોવા મળ્યો હતો.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પહોંચી હતી. દરમિયાન કોંગ્રેસે સુરક્ષા દળને હટાવી લેવાયાના પણ આરોપ લગાવ્યા હતા. આ વિવાદ બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે લાલ ચોક ખાતે ત્રિરંગો લહેરાવી ભારત જોડો યાત્રા પૂર્ણ થઈ હતી. હવે કાશ્મીરના એસ. કે. સ્ટેડિયમમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિપક્ષના 23 જેટલા પક્ષોને કોંગ્રેસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ગતરોજ શનિવારે પી.ડી.પી.ના મહેબૂબા મુફ્તી અને તેના પુત્રી ઈલ્તિઝા મુફ્તી પણ હાજર રહ્યા હતા. આ સમયે રાહુલ ગાંધીએ વર્ષ 2019માં બોમ્બ વિસ્ફોટમાં શહીદ થયેલા સી.આર.પી.એફ.ના 40 જવાનોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular