Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarજુનાગઢના યુવકે ભગુડાધામમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી

જુનાગઢના યુવકે ભગુડાધામમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ભાવનગરમાં (Bhavnagar) આવેલા ભગુડાધામમાં (Bhaguda Dham) મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે જુનાગઢનો (Junagadh) એક યુવાન ભગુડાધામમાં આવીને ઝેરી દવા પી લેતા દોડધામ મચી ગઈ હતી. ઝેરી દવા પી લેવાના કારણે આખરે યુવાનનું મૃત્યુ થયું હતું. સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલાએ ઘટના સ્થળ પર આવીને મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો 28 વર્ષીય રમેશ ભારાઈ નામનો યુવક ભાવનગરના પ્રસિધ્ધ ભગુડા મોગલધામ મંદિરમાં દર્શન કરવા માટે પોતાની કાર લઈને પહોંચ્યો હતો. જ્યાં દર્શન કર્યા બાદ પોતાની કાર પાસે આવીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. સમગ્ર બાબત અંગેની જાણ બગદાણા પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે યુવકની જડતી લેતા તેની પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

- Advertisement -

આ સ્યુસાઈડ નોટમાં પાંચ લોકોના નામ જોગ લખ્યું હતું કે, ‘સંદીપ શીંગરીયા, સંજય શીંગરીયા, રાજુ યોરીયા, રાહુલ યોરીયા અને શીવમ યોરીયાનો છેલ્લા 10થી12 દિવસથી મને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. એટલા માટે હું આ પગલું ભરું છું.’ હાલ બગદાણા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને પરિવારને આ અંગેની જાણ કરી છે. આ અંગે પરિવારના નિવેદન લીધા બાદ આત્મહત્યા કરવા માટે દુષપ્રેરણ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular