નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: ગુજરાતમાં હાલ રાજીનામાની મોસમ ચાલી રહી હોય તેમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના (Congress) ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. 156 બેઠકો સાથે સરકાર બનાવનાર ભારતીય જનતા પાર્ટી (BJP) હાલ એટલી મજબૂત છે કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ ભાજપ સાથે જોડાશે તેવી અટકળો ચાલી રહી છે, આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણીએ (AAP MLA Bhupat Bhayani) તો ભાજપમાં જોડાવાની જાહેરાત પણ કરી દીધી છે. કોંગ્રેસનાં 17 ધારાસભ્યોમાંથી ચિરાગ પટેલે (MLA Chirag Patel) રાજીનામું આપી દેતાં હવે 16 ધારાસભ્યોએ જ બચ્યા છે. ત્યારે ગીર સોમનાથના કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા (MLA Vimal Chudasama) પણ કોંગ્રેસ છોડી રહ્યા હોવાની અટકળો વહેતી થઈ હતી. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ બાબતને રદિયો આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈ કાલે જ ખંભાતના કોંગ્રેસનાં ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ચિરાગ પટેલે અચાનક રાજીનામું ધરી દેતાં જ કોંગ્રેસનાં બીજા કેટલાક ધારાસભ્યોએ પણ રાજીનામું આપી રહ્યા હોવાની અટકળો વહેતી થઈ હતી. જેમાં ગીર સોમનાથના કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ કોંગ્રેસ છોડી રહ્યા હોવાની અટકળો સામે આવી હતી. સ્વાભાવિક રીતે હાલની પરિસ્થિતી મુજબ કોઈ ધારાસભ્ય કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે તો ભાજપ સાથે જોડાય. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આ બાબતે હું છ વર્ષથી કહેતો આવ્યો છું કે, હું કોંગ્રેસમાં જ છું અને ક્યાય જવાનો નથી. કોંગ્રેસે મને બધુ જ આપ્યું છે.
વધુમાં વિમલ ચુડાસમાએ કહ્યું કે, હાલમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની જે અટકળો વહેતી થઈ છે તે મને બદનામ કરવા માટેનું ષડયંત્ર છે. ચિરાગ પટેલે એમ પણ કહ્યું કે, દરેક પક્ષને સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે. જે આંતરીક રીતે એટલે કે જેનું મન અને હ્રદય મજબૂત હોય તેને કોઈ પાર્ટી ઓફર કરવાની હિંમત કરી શકતી નથી. વિમલ ચુડાસમાએ તે વાતનો પણ ઈન્કાર કર્યો હતો કે તેમને ભાજપ પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાની કોઈ ઓફર થઈ હોય. જો કે વિમલ ચુડાસમા કોંગ્રેસમાં જ રહેશે તો પણ કોંગ્રેસ પાસે હવે 16 ધારાસભ્યોએ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








