Monday, July 6, 2026
HomeGeneralજામીન મળ્યા બાદ ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરવામાં...

જામીન મળ્યા બાદ ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરવામાં આવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગુવાહાટીઃ ગુજરાતનાં MLA અને દલિત નેતા જિગ્નેશ મેવાણીની પ્રધાનમંત્રીએ વિરુદ્ધની ટ્વિટ કરવાના મામલે ગત અઠવાડિયે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આજે તેમને કોકરાઝાર કોર્ટ દ્વારા જમીન આપી દેવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ ફરીથી તેમની અન્ય એક કેસને લઈને ધરપકડ કરવાં આવી છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. ધરપકડ બાદ જિગ્નેશ મેવાણીને કોકરાઝાર જિલ્લાથી બારપેટા લઈ જવામાં આવી રહ્યા છે. બીજા જે કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી રહી નથી.



પોલીસે જણાવ્યું હતું કે, જિગ્નેશ મેવાણીને એક કેસમાં જામીન મળ્યા બાદ અધિકારીઓ પર હુમલો કરવાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ તેમની સામે અગાઉ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ગુજરાતથી રાતો રાત પોલીસ ધરપકડ કરી આસામ લઈ ગઈ હતી. કોકરાઝારની એક અદાલતે રવિવારે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને એક દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આસામ પોલીસે વડાપ્રધાન વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ બુધવારે જિગ્નેશ મેવાણીની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને ત્રણ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામા આવ્યા હતા.

રવિવારે મોડી સાંજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં ઉલટતપાસ રાત્રે 9.30 વાગ્યા સુધી બે કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ મામલો સીજેએમના નિવાસસ્થાને સુનાવણી માટે આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ધરણા કર્યા હતા. રવિવારે, આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન બોરા અને ધારાસભ્યો દિગંત બર્મન અને એસ કે રાશિદે પાર્ટી કાર્યાલયથી કોકરાઝાર પોલીસ સ્ટેશન સુધી મૌન કૂચ કાઢી હતી.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular