નવજીવન ન્યૂઝ મુંબઈ: સ્કેમ 1992 ફેમ પ્રતિક ગાંધીએ મુંબઈમાં ‘વીઆઈપી મૂવમેન્ટ’ માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસનો કડવો અનુભવ શેર કર્યો છે. પ્રતીક ગાંધીએ કહ્યું કે મુંબઈ પોલીસે અભિનેતા સાથે ગેરવર્તણૂક કરીને તેનું અપમાન કર્યું કારણ કે હાઈવે પર વીઆઈપી મૂવમેન્ટ ચાલી રહી હતી.
પ્રતિક ગાંધીએ રવિવારે મોડી સાંજે ટ્વિટર પર તેની દુર્દશા શેર કરી લખ્યું હતું કે, મુંબઈ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે VIP મૂવમેન્ટના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જ્યારે મે શૂટ લોકેશન પર પહોંચવા માટે રસ્તાઓ પર ચાલવાનું શરૂ કર્યું ત્યારે પોલીસે મને ખભાથી પકડી લીધો અને લગભગ કોઈ ચર્ચા કર્યા વિના રાહ જોવા માટે મને કોઈ રેન્ડમ માર્બલ વેરહાઉસમાં ધકેલી દીધો.
ટ્વિટર પર તેમના ટ્વિટની પ્રતિક્રિયા આપતા ઘણાએ તેમને પરિસ્થિતિ સમજવા માટે પણ કહ્યું. એક યુઝરે લખ્યું કે, હર બાર રિસ્ક હે તો ઇશ્ક હે નથી હોતું મોટા ભાઇ. પ્રતીકે તેને જવાબ આપ્યો, “ભાઇ કોઇ રિસ્ક નહીં ફક્ત પોતાના કામ પર જઇ રહ્યો હતો”. એક અનુયાયીએ મુંબઈ પોલીસની ટ્રાફિક એડવાઇઝરી પણ શેર કરી હતી જે શનિવારે શેર કરવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે, “વીઆઈપી મૂવમેન્ટને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સાંતાક્રુઝ ખાતે ધારાવી, માટુંગા તરફ તારીખ 4-04-2022ના રોજ બપોરે 3-9 વાગ્યાની વચ્ચે ટ્રાફિક ધીમો થઈ શકે છે. મુંબઈકરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ માર્ગનો ઉપયોગ કરવાનું ટાળે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે.
Mumbai WEH is jammed coz of “VIP” movement, I started walking on the roads to reach the shoot location and Police caught me by shoulder and almost pushed me in some random marble warehouse to wait till without any discussion. #humiliated
— Pratik Gandhi (@pratikg80) April 24, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











