Wednesday, April 22, 2026
HomeGujaratRajkotજેતપુર: મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યા બાદ સામે આવી વ્હોટ્સએપ ચેટ, કોળી સમાજ દ્વારા...

જેતપુર: મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યા બાદ સામે આવી વ્હોટ્સએપ ચેટ, કોળી સમાજ દ્વારા પોલીસ પર ધીમી તપાસના આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટના (Rajkot) જેતપુરમાં (Jetpur) થોડા દિવસ અગાઉ એક મહિલા કોન્સ્ટેબલ દયા સરિયાએ પોલીસ ક્વાર્ટસમાં જ આત્મહત્યા (Woman Constable Suicide) કરી લીધી હતી, જોકે મહિલાએ આત્મહત્યા કેમ કરી તે જાણી શકાયું ન હતું. આ બાદ મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે મહિલાના મૃત્યુના 6 દિવસ બાદ પણ પોલીસ કાર્યવાહી ન થઈ હોવાથી કોળી સમજ (Koli community) આગળ આવ્યો છે અને યોગ્ય પોલીસ તપાસની માગણી કરી છે.

યુવતીએ આત્મહત્યા કરી તે સ્થળે પોલીસ પહોંચી ત્યારે તેના ફોનમાંથી ડેટાનો બેકઅપ લઈ લીધો હતો. હાલ યુવતીનો મોબાઈલ ફોન FSLમાં મોકલવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ જ આગળની તપાસ વધુ ચોકસાઇપૂર્વક થઈ શકશે. હાલ કોળી સમાજ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, “પોલીસને તમામ પુરાવા આપી દીધા હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ગુજરાત સરકારના મંત્રી કુબેર ડિંડોર જ્યારે મૃતક યુવતીના પરિવારને મળવા આવ્યા ત્યારે તેમણે પણ પરિવારને ન્યાય મળે તે માટે પોલીસને સૂચન કર્યું હતું. તેમ છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.”

- Advertisement -

હાલ આ યુવતીના વ્હોટ્સએપ ચેટના કેટલાક સ્ક્રીનશૉટ વાયરલ થઈ રહ્યા છે. સૂત્રો જણાવે છે કે, આ યુવતી છેલા કેટલાક સમયથીઓ એક વ્યક્તિ સાથે સંબંધમાં હતી. જે વ્યક્તિ પોતે પરણિત છે અને યુવતી અપરણિત છે. જે યુવક સાથે યુવતીના સંબંધો હતા તેને આ યુવતી અન્ય કોઈ પુરુષ સાથે વાત કરે તે ગમતું ન હતું, જે આ સામે આવેલા વ્હોટ્સએપ ચેટમાં જોઈ શકાય છે. જોકે અત્યાર સુધી પોલીસ તપાસમાં યુવતીને કોઈએ ટોર્ચર કર્યું હોય કે આત્મહત્યા કરવા પ્રેરિત કરી હોય તેવા કોઈ તથ્યો સામે આવ્યા નથી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular