Monday, June 29, 2026
HomeGujaratતે દિવસ જયરાજસિંહ પરમાર સંદેશ ન્યૂઝના સ્ટુડીયોમાં ચાલુ ડીબેટે ઢળી પડયા હતા,...

તે દિવસ જયરાજસિંહ પરમાર સંદેશ ન્યૂઝના સ્ટુડીયોમાં ચાલુ ડીબેટે ઢળી પડયા હતા, જાણો શું થયુ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): જ્યારે ગુજરાતની જનતાએ કોંગ્રેસને વર્ષોથી જાકારો આપ્યો છે, તેવા કોંગ્રેસના કપરાકાળમાં પણ કોંગ્રેસને જીવીત રાખવામાં કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર (JayarajSinh Parmar) જેવા અનેક નેતાઓ છે આમ છતાં આવા જયરાજસિંહની કદર કરવાની તો બાજુ ઉપર રહી પણ તેમને સાંભળવાની તસ્દીમાં પણ કોંગ્રેસ લેતી નથી, જેના કારણે જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવીદા કહ્યું પરંતુ અત્યંત આક્રમક સ્વભાવના જયરાજસિંહ વિવિધ ન્યૂઝ ચેનલ્સમાં ડીબેટમાં કોંગ્રેસનો ચહેરો હતો. નલીયાકાંડ વખતે સંદેશ ન્યૂઝ (Sandesh News) ચેનલમાં ડીબેટ દરમિયાન ઢળી પડયા હતા.



વિવિઘ વિષયની ડીબેટમાં જયરાજસિંહ કોંગ્રેસનો મજબુત પક્ષ રજુ કરતા હતા. કચ્છના નલીયાકાંડની ચર્ચા માટે સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા એક ડીબેટનું આયોજન કરવામાં આવ્યું હતું, સામે પક્ષે ભાજપના નેતા હતા, આ ડીબેટ દરમિયાન જયરાજસિંહ પરમાર કાયમ પ્રમાણે આક્રમક રીતે પોતાની વાત કરી રહ્યા હતા ત્યારે તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો અને તેઓ ચાલુ ડીબેટે સ્ટુડીયોમાં જ ઢળી પડયા હતા. તરત ત્યાં હાજર લોકો તેમને દેશના જાણિતા કાર્ડીયોલોજીસ્ટ ડૉ તેજસ પટેલની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તેમને તત્કાલ સારવાર મળી અને તેમનો બચાવ થયો હતો

આ ઘટના પછી કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલ પણ જયરાજસિંહની ખબર જોવા માટે ખાસ દિલ્હીથી આવ્યા હતા. આમ જયરાજસિંહનો નાતો કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સાથે પણ નજીકનો હતો. આમ છતાં લડાયક જયરાજસિંહે જેઓ લડવા માંગતા નથી તેવા નેતાઓને કારણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular