Friday, April 26, 2024
HomeGeneral2007માં તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ જયરાજસિંહને કહ્યું 'ભાજપમાં આવી જા તારૂ ભવિષ્ય...

2007માં તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ જયરાજસિંહને કહ્યું ‘ભાજપમાં આવી જા તારૂ ભવિષ્ય અહિયા છે’, ત્યારે તેમણે આ જવાબ આપ્યો હતો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): 1990 પછી કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી કયારેય જીતી નથી, આમ છતાં 14 વર્ષની ઉંમરે કોંગ્રેસના પોસ્ટર ચોંટાડવાના કામથી કોંગ્રેસ સાથે કામ કરવાની શરૂઆત કરનાર ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર ઉપર હવે આરોપ થઈ રહ્યો છે કે તેઓ સત્તા માટે ભાજપમાં જઈ રહ્યા છે, પરંતુ 2007 તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જયરાજસિંહ પરમારને કોંગ્રેસ છોડી ભાજપમાં આવવાનો પ્રસ્તવ મુકયો હતો પણ ત્યારે જયરાજસિંહને ભાજપમાં પ્રવેશ સાથે વિધાનસભાની ટિકીટ અને મંત્રીમંડળમાં સ્થાન મળતુ હોવા છતાં નમ્રતા સાથે આ દરખાસ્ત નકારી કાઢી હતી.



નરેન્દ્ર મોદી કોંગ્રેસને સાફ કરવા માગે છે તેનો ઈન્કાર કરી શકાય તેમ નથી, પરંતુ નરેન્દ્ર મોદીની ખાસીયત છે કે સામી છાવણીમાં બેઠેલા તાકાતવર લોકોની કાયમ કદર કરે છે અને તેમને માન પણ આપે છે. એક તરક જયરાજસિંહ પરમારની વિધાનસભાની ટિકીટ ત્રણ ત્રણ વખત કાપવામાં આવી હતી, જ્યારે સામે નરેન્દ્ર મોદી તેમને ભાજપમાં લેવા તૈયાર હતા છતાં જયરાજસિંહે કોંગ્રેસ છોડવાની ના પાડી હતી. આમ કપરા સમય પણ તેમણે વિરોધ પક્ષમાં રહેવાનું પસંદ કર્યું હતું.

2007માં નરેન્દ્ર મોદીએ જયરાજસિંહ પરમારને કહ્યું કે, તારૂં ભવિષ્ય ભાજપમાં છે કોંગ્રેસ છોડ અને ભાજપમાં આવી જા, ત્યારે જયરાજસિંહે કહ્યું, હું તમારો આભારી છું હું સામાન્ય વિરોધ પક્ષનો નેતા હોવા છતાં આપ જેવા મુખ્યમંત્રીએ મને જે દરખાસ્ત કરી છે તેના માટે હું તમારો આભારી છું, પરંતુ કોંગ્રેસ જ મારી ઓળખ છે ત્યારે હું કોંગ્રેસ છોડી શકું નહીં. આમ કહી જયરાજસિંહે નરેન્દ્ર મોદીનો પ્રસ્તવ સવિનય નકારી કાઢયો હતો.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular