નવજીવન ન્યૂઝ. જામનગર: ભારતની ટીમના સ્ટાર ખિલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ 2018માં કરેલા એક પોલીસ કેસમાં તેમની સામે અને તેમની માતાની સામે વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યો છે. 2018માં એક પોલીસ કર્મચારી રિવાબા ઉપર હુમલો કર્યો હતો તેવી ફરિયાદ તેમણે નોંધાવી હતી, જેમાં તેમના માતા સાક્ષી બન્યા હતા. હવે જ્યારે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે રિવાબા અને તેમની માતા કોર્ટમાં હજાર ન રહેતા કોર્ટે આ વોરંટ ઈશ્યૂ કર્યો છે.
ઘટના એવી હતી કે 21 મે 2018ના દિવસે જ્યારે રિવાબા પોતાની બીએમડબલ્યુ કાર લઈને જામનગરમાં સરુ સેક્શન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સંજય કરંગીયા નામના પોલીસકર્મીના બાઇક સાથે તેમની કારનો એક્સિડન્ટ થયો હતો. ત્યાર બાદ આ પોલીસ કર્મી પોતાનું કાર્ડ બતાવીને રિવાબના માથાના વાળ પકડીને મોઢા પર ઝપાટો મારવા લાગ્યો હતો તેમજ બે વાર રિવાબનું માથું કારના કાચ સાથે અથડાવ્યું હતું, જેમાં રિવાબા ઇજાગ્રસ્ત થયા હતા.

આ ઘટનાના સંદર્ભે રિવાબાએ પોલીસકર્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી જેમાં તેમના માતા સાક્ષી બન્યા હતા. હવે આ કેસ જામનગરની કોર્ટમાં શરૂ થતાં ફરિયાદી રિવાબા અને સાક્ષી તરીકે તેમની માતાના સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા, પરંતુ જુદા જુદા કારણોસર આ સમન્સ પરત ફરતા હતા. જેના કારણે કોર્ટે જામીનપાત્ર વોરંટ પણ ઈશ્યૂ કરો હતો, આ વોરંટની પણ બજવણી ન થતાં હવે કોર્ટ દ્વારા રિવાબા જાડેજાનું વોરંટ બજાવવા જામનગર એસપી અને તેમની માતાનું વોરંટ બજાવવા રાજકોટ પોલીસ કમિશનરને મોકલી આપ્યું છે. આ કેસની આગામી સુનાવણી હવે 25 માર્ચના રોજ કરવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












