Sunday, May 24, 2026
HomeNationalઆતંકીઓ સાથે હિંસક અથડામણમાં કર્નલ, મેજર અને DSPએ વહોરી શહીદી, અધિકારીઓનું દેશની...

આતંકીઓ સાથે હિંસક અથડામણમાં કર્નલ, મેજર અને DSPએ વહોરી શહીદી, અધિકારીઓનું દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જમ્મુ-કશ્મીર: Jammu-Kashmir Encounter: ભારત દેશની સેના પોતાના જીવને જોખમમાં મૂકી દેશની રક્ષા માટે ચોવીસ કલાક તૈનાત રહે છે, ત્યારે દેશના 130 કરોડથી વધુ લોકો ચેનથી નીંદર લઈ શકે છે. જીવનની પ્રત્યેક ક્ષણને દેશ માટે હોમી દેનારી ભારતીય સેના (Indian Army) જે દુશ્મનને જડબાતોડ જવાબ આપવા હરપળ તૈયાર રહે છે. ત્યારે દેશના કેટલાક ભાગોમાં આતંકવાદીઓ દ્વારા આતંકી હુમલાઓ (Terror Attack) કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલા સૌથી મોટા હુમલામાં સેનાના મેજર, કર્નલ સહિત DSPએ જમ્મુ-કશ્મીરના (Jammu kashmir) અનંતનાગમાં થયેલ હુમલામાં શહીદી વહોરવાની દુઃખદ ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોને બાતમી મળી હતી કે, ગડોલ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચેની અથડામણ બુધવારે સવારે શરૂ થઈ હતી, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના પ્રારંભિક ઘર્ષણમાં એક કર્નલ અને એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરતું આ એનકાઉન્ટર મોડી રાત સુધી ચાલ્યું હતું. આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા છે. આ એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ થયા છે. કર્નલનું નામ મનપ્રીત સિંહ છે. તેઓ 19 રાષ્ટ્રીય રાઈફલ્સમાં પોસ્ટેડ હતા અને કમાન્ડિંગ ઓફિસર હતા.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, મંગળવારે બપોરે રાજૌરીના દૂરના નારલા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જે આજે પણ ચાલુ રહી હતી. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. આ અથડામણમાં સેનાનો એક જવાન અને એક સ્નિફર ડોગ શહીદ થયા હતા. આ ઉપરાંત ત્રણ પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular