ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): તાંબાના ભાવ દિશાદોર વગરના થયા છે. વર્તમાન નબળા ભાવે જો કોપર (Copper) ખરીદવામાં આવે તો તે નફો કમાવા માટેનો વાજબી વ્યુહ ગણાશે. બજારમાં જ્યારે મંદીનો દોર ચાલતો હોય ત્યારે કયા ભાવે તળિયું બનશે તે નક્કી કરવું કઠિન હોય છે. આથીજ આગામી મહિનાઓ અને દિવસોમાં જ્યારે વધુ ભાવ ઘટે ત્યારે વધુ ખરીદીની જગ્યા બને છે. ચીનમાં આર્થિક વિકાસ વૃધ્ધિ, ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરવાના પ્રયાસથી માંગ વૃધ્ધિ, અને કોપરમાં ફન્ડામેન્ટલ ખાધ આ બધા ભાવિ કારણો છે, કોપરના ભાવને ઊંચે ધકેલવા માટેના. ભાવ ઘટાડા કરતાં ઉપર જવાની સ્ફોટક શક્યતાઓ વધુ છે.
૧૬ ઓગસ્ટે ન્યુયોર્ક કોમેક્સ વાયદામાં ૩.૬૬ ડોલર પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) લેવલ બનાવ્યુ હતું. ૧૫ જાન્યુઆરી ભાવ ૪.૨૫ ડોલરની ઊંચાઈએ મુકાયા હતા. શુક્રવારે ન્યુયોર્ક કોમેક્સ ૩.૮૫ ડોલર હતા. એલએમઇ ત્રિમાસિક વાયદો ૮૫૦૨ ડોલર પ્રતિ ટન હતો. પીપલ્સ બેન્ક ઓફ ચાઈના એ મહત્તમ બેન્કો માટે રિઝર્વ રિકવાયર્મેન્ટ રેશિયો ગુરુવારે ૦.૨૫ ટકા ઘટાડયો. આ વર્ષે આ બીજો ઘટાડો હતો, આમ કરીને અર્થતંત્રમાં વધુ નાણાંનો પ્રવાહ છૂટો કર્યો હતો.
વિશ્વના સૌથી મોટા મેટલ વેરહાઉસ એલએમઇ ખાતે તત્કાળ ડિલીવરી માટે છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો કોપર સ્ટોક ઉપલબ્ધ થયો છે, જે દર્શાવે છે કે માંગ નબળી પડી છે. એએનઝેડના એનાલિસ્ટ કહે છે કે એલએમઇ વેરહાઉસમાં બે વર્ષનો સૌથી મોટો કોપર સ્ટોક ૭,૭૫૦ ટન બુધવારે નોંધાયો હતો. હજુ ત્રણ મહિના અગાઉ આથી તદ્દન ઊંધી સ્થિતિ, બે વર્ષનો સૌથી ઓછો સ્ટોક નોંધાયો હતો. છેલ્લા ત્રણેક મહિનાથી કોપર સ્ટોકમાં વૃધ્ધિ થઈ રહી હતી, પણ જો લાંબાગાળાના રેસિસ્ટંટને જોઈએ તો તે ઊંચા ભાવનો સૂચક છે.
સપ્લાય અછત, ગ્રીન ટેકનોલોજીમાં તાંબાનો વપરાશ અને ચીનની માંગ જેવા ફન્ડામેટલ્સની આગાહી છતાં, આ વર્ષે અત્યાર સુધી કોપર તેજીવાળાના હાથમાં નિરાશા જ આવી છે. વર્ષના આરંભિક કાળમાં આવેલી તેજી ટકાઉ સાબિત ન થઈ, છતાં વર્ષાનું વર્ષ ભાવમાં નજીવા ફેરફાર થતાં રહ્યા. દરમિયાન ક્યારેક તો વેરહાઉસ સ્ટોક, માંગ અને પુરવઠાના નિર્ધારણ માટે ગોથાં ખાતો જણાયો હતો. અલબત્ત, કેટલાંક ટ્રેડરોએ વેરહાઉસ સ્ટોક પર ચાંપતી નજર રાખીને તેનો વ્યૂહાત્મક લાભ લીધો છે. પણ છેલ્લા સમાચાર મુજબ અત્યારે બજારમાં કોપરની પુરવઠા સ્થતિ સારી છે.
જો અમેરિકન વ્યાજદર સ્થિર રાખવામાં આવશે તો, તેનો પડઘો નબળા ડોલરમાં પડશે. ડોલર જ્યારે પણ નબળો પડે ત્યારે અન્ય કારન્સીમાં સાચવાયેલું કોપર સસ્તું થાય છે, અને માંગને ટેકો મળતો હોય છે. મારેક્સ કહે છે કે યુરોપિયન સેન્ટ્રલ બેન્ક વ્યાજદર બાબતે નિર્ણય નહીં લેશે ત્યાં સુધી ટ્રેડિંગ ધીમું પાડવાની સંભાવના છે. મારેક્સનું કહેવું છે કે ચાઈનીસ યુઆન સામે ડોલરની વધઘટ ઔધ્યોગિક મેટલ બજાર પર પરભુત્વ ધરાવશે. આ સપ્તાહે ઇસીબી સતત ૧૦મી વખત વ્યાજદર વધારે તેવી સંભાવના છે, જે ડોલરને પ્રભાવિત કરશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








