નવજીવન ન્યુઝ. સુરત ગ્રામ્ય: સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી પરથી દ્રગ્સ અને દક્ષિણ ગુજરાતના સુરત શહેર સાથે ગ્રામ્ય વિસ્તાર એ ગાંજા જેવા માદક પ્રદાર્થની ઘુષણ ખોરીનું હબ બન્યું છે. દરિયાઈ પટ્ટી અને તેના નજીકના વિસ્તારોમાં ડ્રગ્સ અને નેશનલ હાઈવેને અડીને આવેલા વિસ્તારોમાં ગાંજો મોટા પાયે ઠલવાઈ રહ્યો હોવાનું ફરીવાર ટ્રક ભરીને ગાંજો પકડાવાની બાબતે નોંધાયું છે.
કામરેજ તાલુકાનાં ઉભેળ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 48 પર મુંબઈ જતા રોડ પર આવેલી હોટલ મહાદેવની પાછળ પાર્ક કરેલી ટ્રકમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો હોવાની સુરત ગ્રામ્ય SOGને મળેલી બાતમીના આધારે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી. ત્યારે બાતમી વાળી જગ્યા પર પાર્ક કરેલી ટ્રક નંબર HR-46, D-7337માં તપાસ કરતા ટ્રકના કન્ટેનરમાં તથા ચાલકના કેબિનમાં બનાવેલ ચોર ખાનામાં મોટાપાયે ગાંજો ભરીને લાવવામાં આવ્યો હોવાનું નોંધાયું હતું.
ત્યારે સુરત ગ્રામ્ય SOGએ ટ્રકનો કબજો લઈ તપાસ કરતા તેમાથી કુલ 701.11 કિલો ગ્રામ ગાંજો જેની કીમત રૂપિયા 70.11 લાખ તથા અશોક લેલન ટ્રકની કિંમત રૂપિયા 10 લાખ તથા અન્ય સામગ્રી મળી કુલ 80.11 લાખનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલેખનીય છે કે રેલ્વે માર્ગે ઓરિસ્સાથી સુરત શહેરમાં ઠલવાતા ગાંજાનું નેટવર્ક સંપૂર્ણ પણે નાસ કરવા રેલ્વે પોલીસ સાથે સ્થાનિક પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરતા સુરત શહેરમાં ટ્રેન દ્વારા આવતો ગાંજો બંધ થયો. ત્યારે ગાંજનું નેટવર્ક ઓપરેટ કરતા ઓરિસ્સાના ઈસમો દ્વારા હવે નેશનલ હાઇવેથી ટ્રક અને અન્ય વાહનો ભરીને ગાંજાનો જથ્થો સુરત ગ્રામ્યમાં સુરત શહેરને અડીને આવેલા વિસ્તારમાં ઠાલવ્યા બાદ સુરત શહેરમાં સપ્લાય કરાય છે. ત્યારે ઉભેળ ગામે બિનવારસી ટ્રક માંથી મળી આવેલ ગાંજાનો લાખો રૂપિયાનો જથ્થો પણ આજ રીતે સુરત શહેરમાં સપ્લાય થવાનો હોવાનુ પોલીસે અનુમાન લગાવી આગળની તપાસ હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.