Thursday, June 4, 2026
HomeBusinessઆયર્ન ઓરના ભાવ સતત ચોથા સત્રમાં ઘટ્યા

આયર્ન ઓરના ભાવ સતત ચોથા સત્રમાં ઘટ્યા

- Advertisement -

ચીનમાં મકાનોની માંગ, મૂડીરોકાણ અને ભાવ બધું ઘટી રહ્યું છે

નજીકના ભવિષ્યમાં સ્ટીલની માંગમાં મોટો સુધાઓ જોવા મળે તેવી સંભાવના નથી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): જાગતિક યુદ્ધનો તખ્તો ઠંડો થવાને બદલે વધુ તપી જવાનું શરુ થતા, વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક અને નિકાસકાર ચીનમાં સ્ટીલના (Steel) કાચામાલની માંગ વિષે વ્યાપક ચિંતાઓ થવા લાગી છે. આયર્ન ઓરના (Iron Ore) ભાવ સતત ચોથા સત્રમાં ઘટ્યા હતા. ચીન અને અન્યત્ર સ્ટીલ અને આયર્ન ઓરના ભાવ આશા અને નિરાશા વચ્ચે ઝોલા ખાય છે. સ્થિતિ એવી છે કે બજાર સુધારશે એવો આશાવાદ પ્રવર્તે છે, અને નબળા આંકડા વાસ્તવદર્શન કરાવે છે. ચીનનું નેશનલ બ્યુરો ઓફ સ્ટેટેસ્ટીકસે રજુ કરેલા વ્યાપક આંકડા કહે છે કે મકાનોની માંગ, મૂડીરોકાણ અને ભાવ બધું ઘટી રહ્યું છે.

સિંગાપુર કોમોડીટી એક્સચેન્જ પર આયર્ન ઓર વાયદો ગુરુવારે એક તબક્કે ૯૯.૫૦ ડોલર પ્રતિ ટન બોલાયો હતો, જેણે ૬ જાન્યુઆરીએ ૯૭.૩૧ ડોલરની બોટમ બનાવી હતી. પણ જો ૧૨ ફેબ્રુઆરીની ઉંચાઈ ૧૦૭.૮૧ ડોલર જોઈએ તો તે હવે ખુબ નીચો ઉતરી ગયો છે. ચીનના દેલીયાન કોમોડીટી એક્સચેન્જ પર મે વાયદો પણ ૨.૧૨ ટકા ઘટી ૧૩ જાન્યુઆરીની બોટમે ૭૬૦ યુઆન (૧૦૫.૦૫ ડોલર) પ્રતિ ટન બોલાયો હતો. વપરાશી માંગને વધારવા, ચીને રાહત પેકેજો વધારવાના ભારે પ્રયાસ છતાં મકાન બજારમાં જોમ અને જુસ્સો આવતો નથી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પ્રોપર્ટી માર્કેટનું મૂડી રોકાણ અને વેચાણ વર્ષાનું વર્ષ અનુક્રમે ૯.૮ ટકા અને ૫.૧ ટકા ઘટ્યું હતું. જ્યારે નવા બાંધકામો ૨૦૨૪મા ૨૩ ટકા ઘટ્યા તે ૨૦૨૫મા ૨૯.૬ ટકા ઘટ્યા હતા. નવા ઘરોના ભાવ જાન્યુઆરની તુલનાએ ફેબ્રુઆરીમાં ૪.૮ ટકા ઘટ્યા હતા. આનો અર્થ એ થાય કે ચીન સરકારે જાહેર કરેલા રાહત પેકેજો છતાં પ્રોપર્ટી સેકટર હજુ સુપ્તાવસ્થામાં છે.

- Advertisement -

૨૦૨૫ના પહેલા બે મહિનામાં ચીનનું સ્ટીલ ઉત્પાદન કૈંક અંશે મિશ્ર રહ્યું હતું. સત્તાવાર આંકડા કહે છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૪ની તુલનાએ ૨૦૨૫નાં આ ગાળામાં ઉત્પાદન ૧.૫ ટકા ઘટીને ૧૬૬૩ લાખ ટન થયું હતું, રોજિંદુ ઉત્પાદન સરેરાશ અલબત્ત, ડીસેમ્બર ૨૦૨૪થી ૨૪.૫ લાખ ટન વધીને ૨૮.૨ લાખ ટન થયું હતું. ૨૦૨૪ના આખા વર્ષની દૈનિક ઉત્પાદન સરેરાશ ૨૭.૫ લાખ ટન હતી.

કનસલ્ટન્સી સર્વિસ માયસ્ટીલનાં તાજા સર્વેક્ષણમાં જણાયું કે ચીનના નવા બાંધકામના આંકડા નાટ્યાત્મક રીતે ઘટ્યા છે. આથી કહી શકાય કે નજીકના ભવિષ્યમાં સ્ટીલની માંગમાં મોટો સુધાઓ જોવા મળે તેવી સંભાવના નથી. આની સધી અસર ભાવ ઘટાડામાં જોવા મળશે. ૧૩ માર્ચ સુધીમાં માત્ર ૫૩.૨૫ ટકા સ્ટીલ મિલો નફો કરતી હતી. જ્યારે ફેબ્રુઆરી નાં અંતિમ તબક્કામાં આ ટકાવારી ૫૦.૨૨ હતી. એનાલિસ્ટો માને છે કે ગ્રામ્ય સ્તરે માંગ વધી રહી છે અને મિલોના નફામાં પણ સુધારો થયો હોવાથી, માર્ચમાં કાચા સ્ટીલનું ઉત્પાદન વધશે.

ગત સપ્તાહથી બ્રાઝીલમાં ઉચ્ચ ગુણવત્તાના આયર્ન ઓરના ભાવ પ્રમાણ સ્થિર રહ્યા હતા. ૬૫ ટકા આયર્ન ઓર કન્ટેન્ટનાં ભાવ ૧૧ માર્ચે ૧૧૫ ડોલર પ્રતિ ટન સીઆરએફ ચીન, ૧૧૫ ડોલર હતા તે વધીને હવે ૧૧૬ ડોલર થયા છે. દેલીયાન કોમોડીટી એક્સચેન્જ પર સ્ટીલ ઉત્પાદનના અન્ય કાચા માલો કોકિંગ કોલ અને કોલસાના ભાવ અનુક્રમે ૦.૩૩ ટકા અને ૦.૪૬ ટકા ઘટ્યા હતા. શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ પર બેન્ચમાર્ક સ્ટીલ રીબાર ૦.૯ ટકા, હોટ રોલ્ડ કોઈલ ૦.૬૨ ટકા વાયર રોડ ૦.૭૯ ટકા, અને સ્ટેનલેસ સ્ટીલ ૦.૮૧ ટકા ઘટ્યા હતા.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular