હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ.સુરત): પાંડેસરા પોલીસ મથકની હદમાં માતા-પુત્રીની હત્યા કરી લાશ ફેંકી દેનારા બે આરોપીને દોષી જાહેર કર્યા બાદ હવે આવતી કાલ, સોમવારે સજા ફરમાવશે ત્યારે માતા-પુત્રીની હત્યા શા માટે કરી, કેવી રીતે કરી ત્યા કર્યા પછી શું કર્યું વગેરે પ્રશ્નો સંદર્ભે વિગતો અત્રે પ્રગટ કરવામાં આવી છે.
મૂળ રાજસ્થાનનો હરસહાય રામરાજ ગુર્જર ટાઇલ્સ ફિટિંગનો વ્યવસાય કરતો હતો. જેને રાજસ્થાનના એક મિત્ર મારફતે એક મહિલાનો પરિચય થયો હતો. જે મહિલાના પહેલા લગ્ન થયા તેના મારફતે એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. ત્યાંથી મહિલાએ બીજા લગ્ન કરી લીધાં. ત્યાંથી પણ તે પુત્રી સાથે તા.22-102017ના રોજ રાજસ્થાનના બુંદી ગામેથી ગુમ થઈ ગઈ. જે મહિલા હરસહાયને તેના મિત્ર મારફતે મળી હતી. જેથી તે આ મહિલાના રાજસ્થાનથી સુરત લાવ્યો હતો. સુરત નજીક કામરેજ ખાતે એક બિલ્ડિંગમાં ટાઇલ્સ ફિટિંગનું કામ ચાલતું હતું ત્યાં માતા-પુત્રીને રાખ્યા હતા. ધીમેધીમે આ મહિલા સાથે હરસાય ગુર્જરને અનૈતિક સંબંધો થયા. બન્ને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા.
એક દિવસ બન્યું એવું કે આ મહિલાએ હરસહાયને પોતાની કાયદેસરની પત્ની તરીકે ઘરમાં જ સાથે રેવાની જીદ્દ કરી. હરસહાયની પત્ની ઘરે હાજર હોવાથી હરસહાય આ મહિલાને પોતાના ઘરે લઈ જઈ શકે તેમ ન હતો. બીજી તરફ સ્ત્રી હઠ હોવાથી મહિલા એકની બે ન થઈ. આખરે હરસહાયે નક્કી કર્યું કે આ મહિલાને મોતને ઘાટ ઉતાર્યા વગર છૂટકો નથી. પરિણામે તા. 23-8-2018ના રોજ હરસહાયે કામરેજ જે જગ્યાએ આ મહિલા અને તેની પુત્રી રહેતા હતા ત્યાં પહોંચી જઈ બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ભીંતમાં માથાં પછાડ્યાં હતાં. ત્યાંથી તેને વેન આર કારમાં લઈ સુરત તરફ આવવા નીકળ્યા. રસ્તામાં ઓઢણી વડે ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. હત્યા કરાયેલી લાશ સચિન મગદલ્લા હાઇ-વે પર સર્વીસ રોડની બાજુમાં ફેંકી દીધી હતી.
બીજી બાજુ 11 વર્ષીય પુત્રી આ બધું પોતાની નજર સમક્ષ જોઇ રહી હતી. માતાને ફાંસો આપી મોતને ઘાટ ઉતારી હોવાનું જાણી ગયેલી પુત્રીને હરસહાય પોતાના ઘરે લઈ ગયો. આ પુત્રીની માતા ગુમ થઈ ગઈ હોવાનું જૂઠાણું ચલાવી હરસહાયે થોડા દિવસ પુત્રીને પોતાને ત્યાં રાખી. જે સમય દરમિયાન આ પુત્રી પોતાની માતાને હરસહાયે મારી નાખી હોવાની વાત કહેવા લાગી. જેથી હરસહાય અને તેની પત્નીને ડર લાગ્યો કે ભાંડો ફૂટી જશે. જેથી પહેલા હરસહાયની પત્નીએ આ 11 વર્ષીય કિશોરીને વેલણે વલેણે મારી. ત્યાર પછી આ કિશોરીએ ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં નિષ્ફળ જતાં પુનઃ સતત 30 મિનિટ સુધી અત્યંત બેરહેમીપૂર્વક માર માર્યો. લગભગ આશરે 78 ઘા માર્યા હતા. જેમાં તે બેભાન થઈ જમીન પર ઢળી પડી. થોડા સમય પછી જોયું તો આ કિશોરી નિષ્પ્રાણ થઈ ચૂકી હતી. જેની લાશનો નિકાલ કરવા હરસહાયે હરિઓમની મદદ લીધી હતી. જેમાં સ્પાર્ક કારનો ઉપયોગ કર્યો હતો.
હરસહાય જ્યારે કામરેજ આ મહિલાને માર મારતો હતો ત્યારે અને મહિલાની હત્યા કરી ત્યારે હરિઓમ હાજર હતો અને પુત્રીની લાશનો નિકાલ કરવાના સમયે પણ તે સાથે જ હતો. જેથી આ બન્નેની પોલીસે ધરપકડ કરી. બન્ને કેસમાં મળી કુલ 908 પાનાની ચાર્જશીટ રજૂ કરી, 254 સાક્ષીઓને તપાસ્યા, 12 લોકોના મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદન લેવડાવ્યાં. આ કેસ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન. પરમાર (જિલ્લા સરકારી વકીલ, ભરૂચ)ની વરણી કરવામાં આવી હતી. તત્કાલીન પોલીસ કમિશનર સતીશ શર્મા (હાલ નિવૃત્ત)ના ધૈર્ય, મક્કમ અને અનુભવી માર્ગદર્શનને ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયાના સફળ નેતૃત્ત્વ તળે તત્કાલીન પોઈ બી.એન. દવે અને તેમની ટીમે તપાસ કરી હતી. જેમાં બન્ને આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |











