Sunday, August 23, 2026
HomeGujaratIndusind Bank ના ત્રણ મેનેજર કરોડોની ઠગાઈ કેસમાં સામેલ, 5 ની ધરપકડ

Indusind Bank ના ત્રણ મેનેજર કરોડોની ઠગાઈ કેસમાં સામેલ, 5 ની ધરપકડ

- Advertisement -

ઈન્ડસઈન્ડ બેંકની ચાંદખેડા તથા ન્યુ ચાંદખેડા બ્રાંચમાં ભાડાના એકાઉન્ટોની ઠગલાબંધ ફરિયાદો

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ શેર માર્કેટમાં રોકાણ કરીને સારો એવો નફો કમાવી લેવાની લાલચ આપનારા અજાણ્યા શખસોની જાળમાં લોકો વર્ષોથી ફસાઈ રહ્યાં છે. હાલમાં પણ આવા અનેક કિસ્સાઓ સાયબર ક્રાઈમ પોલીસના ચોપડે નોંધાય છે. અમદાવાદ શહેરમાં રહેતા વૃદ્ધને વૉટ્સએપ/ટેલીગ્રામના માધ્યમથી સંપર્ક કરીને દોઢ મહિનામાં 1.54 કરોડ રૂપિયા શેરબજારમાં રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવીને છેતરપિંડી આચરવામાં આવી છે. છેતરપિંડીની રકમ પૈકી 10 લાખ રૂપિયા અમદાવાદની ખાનગી બેંકમાં જમા કરાવી તે ફ્રોડના રૂપિયાની સ્વીપ એફડી કરાવી પેમેન્ટ ગેટ-વે મારફતે તનિષ્ક શો-રૂમમાંથી 10.46 લાખનું ગોલ્ડ ખરીદવામાં આવ્યું છે. આ કૌભાંડનો સાયબર ક્રાઈમ બ્રાંચ અમદાવાદે (Cyber ​​Crime Branch Ahmedabad) પર્દાફાશ કરી ઈન્ડસઈન્ડ બેંકના બે મહિલા મેનેજર સહિત ત્રણ મેનેજર અને ભાડાના બેંક એકાઉન્ટ સંભાળનારા બે શખસોને ઝડપી લેવાયા છે.

- Advertisement -

અમદાવાદમાં રહેતા એક વ્યક્તિનો વૉટ્સએપ તેમજ ટેલીગ્રામ ચેનલ પર સંપર્ક કરી સાયબર ગઠીયાઓએ શેરમાર્કેટ તેમજ IPO માં રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી હતી. લલચામણી વાતોમાં આવી ગયેલા વ્યક્તિએ ગત 15 ડિસેમ્બરથી 4 ફેબ્રુઆરી દરમિયાન જુદાજુદા બેંક એકાઉન્ટમાં 1.54 કરોડ રૂપિયા જમા કરાવી દીધા હતા. બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસમાં હીરાઘસુ હરેશ મકવાણા (રહે. સુરત મૂળ ભાવનગર), રાજુ મકવાણા (રહે.લીલીવાવ,તા.તળાજા), ઈન્ડસઈન્ડ બેંકના બ્રાંચ મેનેજર પૂજા પરીયત, ઈ.સી.બી.ડી. મેનેજર હિના દરજી અને મહેશ તારાણીની ધરપકડ કરવામાં આવી છે. છેતરપિંડીનો ભોગ બનનારી વ્યક્તિના એકાઉન્ટમાંથી ફર્સ્ટ લેયરમાં થઈને 10 લાખ રૂપિયા હરેશ મકવાણાના મહાદેવ એન્ટરપ્રાઈઝના બેંક એકાઉન્ટમાં આવ્યા હતા. ઈન્ડસઈન્ડ બેંકના મેનેજરોએ ભેગા મળીને RBI ના નિયમોનું ઉલ્લંઘન કરી ખાતાધારકની જાણ બહાર તે રકમ સ્વીપ એફડી કરાવી પેમેન્ટ ગેટ-વેથી અમદાવાદ શિવરંજની ખાતે તનિષ્ક જવેલરી (Tanishq Jewellery) ખાતે ટ્રાન્સફર કરાવી 10.46 લાખનું ગોલ્ડ ખરીદી લેવાયું હતું. તનિષ્ક ગોલ્ડ શો-રૂમ ખાતે ઈન્ડસઈન્ડ બેંકની મેનેજર હિના દરજી ખુદ ગોલ્ડ લેવા ગઈ હતી. રોકડ રકમને ગોલ્ડમાં પરિવર્તિત કરીને હરકિશન ઢાપા અને આકીબ ઉર્ફે કાળુભાઈ લાખેપોટાને આપી દેવાયું છે.

પોલીસે ભાડાના બેંક એકાઉન્ટ ઓપરેટર રાજુ મકવાણા પાસેથી 7 ચેકબુક, 6 એટીએમ કાર્ડ, 2 ડીડી, 5 સીમકાર્ડ, બે નંગ સ્ટેમ્પ, બેંકના પત્રો અને મોબાઈલ ફોન મળી આવ્યો છે. આરોપી હરેશ મકવાણા પાસેથી એક અને બેંકવાળા મહેશ તારાણી પાસેથી બે મોબાઈલ ફોન જપ્ત કરાયા છે. પૂજા પરીયત પાસેથી એક લેપટોપ અને બે ફોન તેમજ હિના દરજી પાસેથી એક મોબાઈલ કબજે કરાયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular