હનિમૂન પર મેઘાલય ગયેલા ઇન્દોરના ટ્રોન્સપોર્ટ બિઝનેશમેન રાજા રઘુવંશીની હત્યાના કેસમાં પોલીસે સનસનીખેજ ખુલાસો કર્યો છે. મેઘાલયના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય એકની શોધ જારી છે. મેઘાલય પોલીસના જણાવ્યા અનુસાર રાજા રઘુવંશીની હત્યા તેની પત્ની સોનમે ત્રણ લોકોની મદદથી કરાવી છે. પોલીસે આરોપી સોનમની અટકાયત પણ કરી લીધી છે.
આ ચકચારી ઘટનાક્રમ અંગે આપને જણાવી દઇએ કે મધ્ય પ્રદેશના ઇન્દોરના ટ્રોન્સપોર્ટ બિઝનેશમેન રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મે 2025ના રોજ થયા હતા. 20 મે ના રોજ બંને મેઘાયલના શિલોંગ ખાતે હનિમૂન માટે ગયા હતા. પરંતુ 24 મે ના રોજ અચાનક બંને દંપતિનો ફોન સ્વીચ ઓફ થઇ ગયા. જેથી તેમના પરિવારજનો બંનેની શોધ માટે શિલોંગ પહોંચ્યા અને સ્થાનિક પોલીસ તેમજ અહીંના લોકોને રાજા અને તેની પત્ની સોનમના ફોટો બતાવી તેમની શોધખોળ શરુ કરી. જ્યાં એલર્ટ નામના એક સ્થાનિક ગાઇડે માહિતી આપી કે તેમણે આ દંપતિને જોયું હતું તેમની સાથે અન્ય ત્રણ લોકો પણ હતા. આ દંપતિએ અહીં ફરવા માટે કોઇ ગાઇડ નથી જોઇતો તેમ કહી અને એકલા જ ફરવા નિકળી ગયા હતા.
પોલીસ અને પરિવાર દ્વારા સતત બંનેની શોધ કરવામાં આવી રહી હતી. પરંતુ બંનેનો કોઇ પત્તો લાગતો ન હતી. દરમિયાન 2 જૂનના રોજ શિલોંગ નજીક સોહરાથી રાજા રઘુવંશીનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો. પરંતુ સોનમ હજુ પણ ગુમ હતી. સમગ્ર મામલો હાઇપ્રોફાઇલ બનતા ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોતરાયા. આખેર 9 જૂનના રોજ સોનમ ઉત્તર પ્રદેશના ગાજીપુર સ્થિત એક ઢાબામાં મળી અને મેઘાલય પોલીસે પતિની રાજાની હત્યા પત્ની સોનમે જ ત્રણ લોકોને સોપારી આપીને હત્યા કરાવી છે તેમ જણાવ્યું છે. હત્યા પાછળ શું કારણ હતું તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને હત્યામાં સામેલ 3 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.