અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધવિરામ (Middle East Ceasefire) ની જાહેરાત બાદ આજે 8 એપ્રિલે ભારતીય શેરબજારમાં તેજી (Indian Stock Market Boom) જોવા મળી છે. આ ઉપરાંત સોના-ચાંદીના બજાર (Gold and Silver Market) માં પણ તેજીનો પવન ફૂંકાયો છે. સાથે સાથે ક્રૂડ ઑઈલના ભાવમાં ઘટાડો થયો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધ પર 2 સપ્તાહ માટે વિરામ (US Iran Ceasefire) લાગી ગયો છે. બંને દેશોએ પાકિસ્તાન-ચીનની મધ્યસ્થી પછી આ યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે. સમજૂતી હેઠળ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન એકબીજા પર હુમલા રોકશે અને ઈરાની સેનાની મદદથી હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવશે. આ સમાચારે ભારતીય શેરબજારમાં તેજી લાવી દીધી છે. ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. બે અઠવાડિયાનો યુદ્ધવિરામ બજારમાં તેજીનું કારણ બન્યો છે. એશિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી છે.
સોના અને ચાંદીમાં આજે વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 4 હજાર રૂપિયા વધીને 1.52 લાખ પર પહોંચ્યું છે. 7 એપ્રિલે તેની કિંમત 1.48 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે ચાંદીમાં 13 હજાર રૂપિયા વધીને 2.44 લાખ પર પહોંચી ગઈ છે. આ પહેલા તે 2.31 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. Middle East War ના કારણે છેલ્લાં કેટલાંક સપ્તાહથી સોના-ચાંદીના બજારમાં ઉથલપાથલ સર્જાતી હતી.








