Thursday, April 16, 2026
HomeBusinessભારતે સોયાબીનની આયાતમાં ઝુકાવ્યું

ભારતે સોયાબીનની આયાતમાં ઝુકાવ્યું

- Advertisement -

ભારતે એપ્રિલ-મે દરમિયાન તમામ પ્રકારના તેલીબિયાંની આયાત રૂ ૨,૪૧,૨૯૫ ટન કરી

શિકાગો સોયાબીન વાયદામાં મંદી તરફી ઝોક

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ) : ભારતીય સોયાબીન (Soybean) ઉત્પાદન સામે નવા પડકારો ઊભા થયા છે. નિશ્ચિત આગાહીના અભાવે હવામાન સંયોગો બદલાતા રહે છે, પરિણામે યીલ્ડ (ઊપજ ઊતારા) ઘટવાના સંયોગ નિર્માણ થયા છે. હવે ભારતે સોયાબીનની આયાતમાં ઝુકાવ્યું છે. ૨૦૨૩ના પ્રથમ સાત મહિનામાં ભારતના તેલીબિયાં આયતમાં નવા પરિવર્તન સર્જાયા છે. એગફલો એજન્સીના ડેટા પ્રમાણે જાન્યુઆરીથી જુલાઇ દરમિયાન ભારતે બ્રાઝિલથી (Brazil) ૬૯૦૦૦ ટન સોયાબીનની આયાત કરી હતી. આગાળામાં ઉરુગવેથી ૩૦૦૦ ટન, અમેરિકાથી ૧૯,૧૦૦ ટન આયાત થઈ હતી. અમેરિકાથી નાના પારસલોમાં આયાત થઈ હતી, પણ સૌથી મોટી આયાત જૂનમાં ૧૩૦૦૦ ટન આયાત થયાની બોલાઈ રહ્યું છે.

સોલ્વંટ એકસટ્રેક્શન ઓફ ઇન્ડિયાના ડો. ભારત મહેતાનું કહેવું છે કે વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ-મે દરમિયાન તમામ પ્રકારના તેલીબિયાંની આયાત રૂ. ૧૩૫૪.૪૦ કરોડના ૨,૪૧,૨૯૫ ટન કરી હતી. જે ગતવર્ષના સમાનગાળામાં રૂ. ૯૯૭.૨૬ કરોડની ૨,૪૨,૩૮૩ ટન થઈ હતી, જેમાં સૌથી વધુ હિસ્સો સોયાબિન્સનો હતો, તલ ૯,૮૩૦ ટન, સનફ્લાવર ૬૩૭ ટનનો સમાવેશ થાય છે. ભારતમાં વધી રહેલા મધ્યમવર્ગની લોકસંખ્યા અને સ્વાસ્થ્ય વિષે વધી રહેલી સમજને લીધે સોયાબીન પ્રોડકટોની માંગ વધી રહી છે. આ માંગ તેલિબિયાની આયાત વધારવા માટેની જગ્યા ઊભી કરશે. દેશમાં સપ્લાય ચેઇનમાં ગાબડાં પડશે, ત્યારે તેલીબિયાં આયાત વૃધ્ધિ સ્થાયી સ્વરૂપનું વલણ અપનાવશે.

- Advertisement -

શિકાગો સોયાબીન વાયદો મંદી તરફી ઝોક ધારવી સાંકડી વધઘટે એકાદ બે સપ્તાહથી અથડાયા કરે છે, અલબત્ત આંતરપ્રવાહ મિશ્ર રહ્યો છે. સીબીઓટી સક્રિય નવેમ્બર સોયાબીન વાયદો ગુરુવારે ૧૩.૩૦ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) મુકાયો હતો. ચીનના ડેલિયાં એક્સ્ચેન્જ પર સોયાબીન સપ્ટેમ્બર વાયદો ટન દીઠ ૫૦૬૫ યુઆન બંધ રહ્યો હતો. જો તેને ડોલર/બુશેલ ટર્મમાં જોઈએ તો તે ૧૮.૭૧ ડોલર મુકાયો હતો. ચીનના કસ્ટમ્સ ડેટા કહે છે કે જુલાઈમાં ૯૭.૩ લાખ ટન સોયાબીનની આયાત થઈ હતી, વર્તમાન વર્ષમાં અત્યાર સુધીમાં આયાત ૬૨૩ લાખ ટન થઈ હતી. જે વર્ષાનું વર્ષ ૧૫ ટકા વૃધ્ધિ દાખવે છે.

૨૦૨૩-૨૪માં સોયાબીન યીલ્ડ ઘટવાની શક્યતા સાથે અમેરિકન ઉત્પાદન અંદાજ ૯૫૦ લાખ બુશેલ ઘટાડીને ૪.૨ અબજ બુશેલ મૂકવામાં આવ્યું છે. ૨૦૨૩-૨૪મા કૂલ પુરવઠા ઉપલબ્ધતા ગતવર્ષથી બે ટકા ઘટાડીને ૪.૫ અબજ બુશેલ કરવામાં આવી છે. ગતમહિને વર્ષાન્ત સ્ટોકમાં ૫૫૦ લાખ બુશેલ ઘટાડો કરવામાં આવ્યા પછી, નવો અંદાજ ૨૪૫૦ લાખ બુશેલ કરવામાં આવ્યો છે. વર્તમાન મોસમ માટે ભાવની સરેરાશ આગાહી જુલાઇ કરતાં ૩૦ સેંટ વધારીને ૧૨.૭૦ સેંટ કરવામાં આવી છે.

અમેરિકામાં વર્ષાન્ત સ્ટોકમાં ઘટાડો કરવામાં આવ્યા પછી જાગતિક સોયા સ્ટોક પણ ૧૬ લાખ ટન ઘટાડીને ૧૧૯૪ લાખ ટન કરવામાં આવ્યો છે. અમેરિકન કૃષિ મંત્રાલયે યુએસ સોયાપાક્ની સ્થિતિ આ સપ્તાહે ૫૯ ટકા ગુડથી એક્સેલન્ટ દાખવી હતી, જે ગત સપ્તાહે ૫૪ ટકા હતી.

- Advertisement -

બ્રાઝિલની કૃષિ એજન્સી કોનાબના તાજા અંદાજ પ્રમાણે સોયાબીન ઉત્પાદન ૧,૫૪૬ લાખ ટન આવશે. આર્જેન્ટિનના ગ્રેન એક્સચેન્જે સોયાબીન ઉત્પાદન અંદાજ ગતવર્ષના દુષ્કાળ પડીત ૨૦૦ લાખ ટનથી વધારીને ૪૮૦ લાખ ટન મૂક્યો છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular