નવજીવન ન્યૂઝ રાજકોટ: ગુજરાતમાં એકમાત્ર એઈમ્સ (AIIMS) હોસ્પિટલ રાજકોટમાં (Rajkot) આવેલી છે. જ્યાં સાતેક મહિના પહેલાં, એટલે કે જાન્યુઆરી માસથી ઓ.પી.ડી. તેમજ ટેલી. ઓ.પી.ડી.ની તો શરૂઆત કરી દેવામાં આવી છે. તથા 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ બનાવવાનું કામ પણ હવે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને સપ્ટેમ્બરના અંત સુધીમાં ઇન્ડોર વિભાગ શરૂ થવાનું અનુમાન છે. મહત્ત્વની બાબત એ છે કે, આ હોસ્પિટલનાં અધ્યક્ષપદની જવાબદારી રાજકોટના જ પૂર્વ સાંસદ ડૉ. વલ્લભ કથીરિયાને (Dr Vallabh Kathiria) સોંપવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મનસુખ માંડવિયાએ તેની કામગીરીની સમીક્ષા કરીને ઝડપથી કામ પૂરું કરવાનો આદેશ આપ્યો હતો. મનસુખ માંડવિયાની ટકોર પછી કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. આ હોસ્પિટલમાં જનરલ સર્જરી, સગર્ભા મહિલાઓની પ્રસુતિ વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. સાથે જ ઓર્થોપેડિક ઓપરેશન, હૃદય રોગની સારવાર પણ અપાશે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છના લોકોને આ હોસ્પિટલનો લાભ મળશે.
ડૉ. વલ્લભ કથીરિયાને કેન્દ્ર સરકાર દ્વારા તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એઈમ્સના ડાયરેક્ટર આજે જ રાજકોટ આવી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેથી સંભાવના એવી પણ છે કે, ડાયરેક્ટરની હાજરીમાં આજે જ ડૉ. વલ્લભ કથીરિયા ચાર્જ સંભાળી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ 70 વર્ષની વયના ડૉ. વલ્લભ કથીરિયા ભારતની 14મી લોકસભાના સભ્ય હતા. તેઓ ગુજરાતના રાજકોટથી ચૂંટાયા હતા. તેઓ વાજપેયી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યારપછી તેઓને ગુજરાતના ‘ગૌ સેવા આયોગ’ના અધ્યક્ષ બનાવાયા હતા. 2019માં તેઓએ રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA), ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








