Thursday, April 16, 2026
HomeBusinessઆઇસીઇ રૂ વાયદો નવેમ્બર ૨૦૨૩ની બોટમ ૭૪.૭૭ સેન્ટની નજીક પહોંચ્યો

આઇસીઇ રૂ વાયદો નવેમ્બર ૨૦૨૩ની બોટમ ૭૪.૭૭ સેન્ટની નજીક પહોંચ્યો

- Advertisement -

જાગતિક બાયરો માટે આકર્ષણ ગુમાવી બેઠેલો ડિસેમ્બર વાયદો ઘટાડાની રહે

ભારતનો ૨૦૨૩-૨૪નો વર્ષાન્ત સ્ટોક ૩૧ ટકા ઘટી છેલ્લા ત્રણ દાયકાના તળિયે જવાનો અંદાજ

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આઇસીઇ ન્યુયોર્ક રૂ વાયદો અસંખ્ય કારણોસર ઘટી રહ્યો છે. ખેલાડીઓનું નબળું માનસ, સુધરતું અમેરિકન હવામાન, ગત સપ્તાહ સુધીમાં અમેરિકામાં ૧૫ ટકા કપાસ (Cotton) વાવેતર થયું, જે અગાઉના સપ્તાહ કરતાં ૪ ટકા વધુ અને પાંચ વર્ષની સરેરાશ કરતાં ૧ ટકા વધુ ઝડપે થયું હતું. મજબૂત ડોલર નબળા ક્રૂડ ઓઇલ (Crude Oil) વાયદા અને ફુગાવાની ચિંતાઓ રૂ બજારને ઘેરી વળી છે. શુક્રવારે ન્યુયોર્ક જુલાઇ રૂ વાયદો ઇન્ટ્રાડેમાં નીચામાં ૭૫.૪૪ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયો હતો. નવેમ્બર ૨૦૨૩ની બોટમ ૭૪.૭૭ સેન્ટની નજીક પહોંચી ગયો હતો. એપ્રિલ મહિનામાં આઇસીઇ જુલાઇ વાયદો ૧૩.૫૪ સેંટ ઘટ્યો હતો.

ચીનના ઝેંગઝુહુ કોમોડિટી એક્સ્ચેન્જ પર સપ્ટેમ્બર ૨૦૨૪ વાયદો, ૩૦ સપ્ટેમ્બરે ૬૫ યુઆન પ્રતિ ટન ઘટીને ૧૫૪૬૫ યુઆન બંધ રહ્યો હતો. કોટલુક એ ઇંડેક્સ મંગળવારે ૮૮.૩૦ સેંટ મુકાયો હતો. જાગતિક બાયરો માટે આકર્ષણ ગુમાવી બેઠેલો ડિસેમ્બર વાયદો ઘટાડાની રહે અગ્રેસર હતો. વાયદામાં વેચવાલીનું ભારે દબાણ હોઇ તમામ વાયદા લાંબા સમયની બોટમ જોવા લાગ્યા છે. ઓસ્ટ્રેલીયા સહિતના કેટલાંક દેશમાં રૂનો ઉતારો સારો આવવાના અહેવાલે પણ ભાવની ઊર્ધ્વગતિમાં બ્રેક મારવા ઉતાવળા થયા છે.

- Advertisement -

ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી (આઇસીએસી)એ ૨૦૨૪-૨૫ની મોસમ માટે ઉત્પાદન, વપરાશ અને વેપાર એમ તમામ ક્ષેત્રના અનુમાનો હકારાત્મક વૃધ્ધિ વિકાસના આપ્યા છે. અમેરિકામાં વધતાં ફુગાવાની ચિંતાઓએ વ્યાજદર ઘટાડાની પ્રક્રિયા શરૂ કરવાની યોજના આગળ ઠેલાતા રૂ વાયદાને નીચે જવાની ફરજ પાડી છે.

અલબત્ત, કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા કહે છે કે ઘટેલા ઉત્પાદન સાથે વપરાશમાં વધારો થવાથી, ભારતનો ૨૦૨૩-૨૪નો વર્ષાન્ત સ્ટોક ૩૧ ટકા એટલે કે ૨૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) એટલે કે ૩.૪૦ લાખ ટન ઘટશે, જે છેલ્લા ત્રણ દાયકાનો સૌથી ઓછો સ્ટોક અંદાજાઈ રહ્યો છે. વર્તમાન રૂ વર્ષમાં ભારતનું રૂ ઉત્પાદન ઘટીને ૩૦૯.૭ લાખ ગાંસડી અંદાજાયું છે, જે ગતવર્ષે ૩૧૮.૯ લાખ ગાંસડી હતું. આની સામે દેશનો વપરાશ, ગતવર્ષના ૩૧૧ લાખ ગાંસડીથી વધીને ૩૧૭ લાખ ગાંસડી અંદાજવામાં આવ્યો છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા રૂ ઉત્પાદક દેશ ભારતમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના પૂરા થનાર વર્તમાન વર્ષમાં એક તરફ ઉત્પાદન ઘટ્યું છે, બીજી તરફ વપરાશ વધનાર હોવાથી વર્ષાન્ત સ્ટોકમાં ઘટાડો થતાં, નિકાસના સંયોગો નબળા પડી જવાના. આ ઘટના જાગતિક ભાવને વેગથી ઘટતા અટકાવવામાં મદદરૂપ થશે. શક્ય છે કે ભારતમાં ભાવ વેગથી વધશે અને કાપડ તેમજ યાર્ન મિલોના નફામાં ગાબડાં પાડવાની સંભાવના વધી જશે.

- Advertisement -

કોટન એસોસિયેશનનું અનુમાન છે કે આ વર્ષે ભારતની રૂ નિકાસ ૨૨ લાખ ગાંસડી થશે. જે ગતવર્ષે ૧૫.૫ લાખ ગાંસડી થઈ હતી. ભારત મુખ્યત્વે ચીન બાંગ્લાદેશ અને વિયેટનામમાં રૂની નિકાસ કરે છે. વધુમાં ૨૦૨૪-૨૫ના માર્કેટિંગ વર્ષમાં ચીનની સ્થાનિક બજારમાં તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં કાપડ અને વસ્ત્ર ઉધ્યોગની જબ્બર માંગને લીધે, મોટાપાયે રૂની આયાત કરે તેવી સંભાવના છે.

આઇસીઇ ન્યુયોર્ક રૂ વાયદામાં કામકાજનું પ્રમાણ અગાઉના દિવસ કરતાં વધ્યું હતું. મે વાયદાના આખરી દિવસ મંગળવારે, કૂલ ૫૯,૬૧૫ કોન્ટ્રેક્ટના સોદા થયા હતા. આજના આરંભિક દિવસથી સર્ટિફાઇડ કોટન સ્ટોક ઘટવા લાગ્યો હતો, જે ૧૮૨૬૫૯ ગાંસડી નોંધાયો હતો. આ ઘટાડો માર્ચ પછીની સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular