Monday, September 9, 2024
HomeNationalપૂરઝડપે આવી રહેલી ટ્રકે પાર્ક કરેલી બસને ટક્કર મારતાં 6 મુસાફરો મોતના...

પૂરઝડપે આવી રહેલી ટ્રકે પાર્ક કરેલી બસને ટક્કર મારતાં 6 મુસાફરો મોતના મુખમાં ધકેલાયા, 26થી વધુની હાલત ગંભીર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગોરખપુર: દેશમાં રોજે રોજ થતાં અકસ્માતોમાં અનેક લોકો કાળનો કોળિયો બની જાય છે. ત્યારે ગોરખપુરમાં પાર્ક કરેલી બસને ટક્કર મારતાં 6 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે અને 26થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે 11 વાગ્યાની આસપાસ ગોરખપુર-કુશીનગર હાઈવે પર જગદીશપુર પાસે ભયાનક અકસ્માત થયો છે. પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે રોડની બાજુમાં પાર્ક કરેલી બસને જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે, બસમાં મુસાફરી કરી રહેલા 30થી વધુ મુસાફરોમાંથી ત્રણ મુસાફરો ઘટનાસ્થળે મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તથા પાંચ જેટલી એમ્બ્યુલન્સ પણ ઈજાગ્રસ્તોની સારવાર માટે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જે બસમાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા તે બસ કોન્ટ્રાકટવાળી હતી અને મુસાફરોને લઈને કુશીનગરના પદ્રૌના જઈ રહી હતી. ત્યારે જગદીશપુરના મલ્લપુર પાસે આ બસનું ટાયર પંચર પડી ગયું હતું. જેના કારણે બસના ડ્રાઈવરે બસને રોડની બાજુમાં ઊભી રાખી હતી. બસ પંકચર થઈ ગઈ હોવાથી આ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને બીજી બસમાં બેસાડવામાં આવી રહ્યા હતા, ત્યારે કેટલાક મુસાફરો બીજી બસમાં બેસી ગયા હતા અને કેટલાક મુસાફરો બે બસ વચ્ચે ઊભા હતા. ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે એટલી જોરદાર ટક્કર મારી કે ત્રણ મુસાફરો ઘ્તનાસ્થળે જ મોતને ભેટ્યા હતા તથા બીજા ત્રણ મુસાફરો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જ્યારે 26 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

- Advertisement -

ઘાયલ મુસાફરોમાંથી ઘણા મુસાફરોની હાલત હજુ પણ નાજુક હોવાની વાત સામે આવી છે. અકસ્માતની માહિતી મળતાં જ SP અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરોની સંખ્યા એટલી વધારે હતી કે કેટલાક મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં તો કેટલાક મુસાફરોને મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular