Monday, May 11, 2026
HomeGujaratHimmatnagar ના ખેડાવાડા ગામે હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા બેના મોત

Himmatnagar ના ખેડાવાડા ગામે હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા બેના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા (Himmatnagar Sabarkantha) ના ખેડાવાડા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. ખેતર તરફ જઈ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલી માર્ગ પરથી પસાર થતા હાઈટેન્શન વીજ લાઈનને અડી જતાં સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગવાથી ઘટનાસ્થળે મોત (Brother and sister die due to electrocution) નિપજ્યું હતું. આ ઘટનાના પગલે ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.

હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામમાં રહેતો પ્રજાપતિ પરિવાર ટ્રેક્ટર લઈને પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન માર્ગ પર લટકી રહેલા અથવા પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના જીવંત તાર સાથે ટ્રેક્ટરની ટ્રોલીનો ઉપરનો ભાગ અચાનક અડકી ગયો હતો. જેથી પળવારમાં જ ટ્રોલી અને ટ્રેક્ટરમાં હજારો વોલ્ટનો વીજ કરંટ ઉતરી આવ્યો હતો. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર પર સવાર કાળાભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ અને તેમના બહેન સરોજબેન વિઠ્ઠલભાઈ પ્રજાપતિ કરંટની લપેટમાં આવી જતાં બંનેના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular