નવજીવન ન્યૂઝ. પાણીપત: હરિયાણાના પાણીપતના બહેરામપુર ગામમાં દીપડાને પકડવાના ઓપરેશન દરમિયાન એક પોલીસકર્મી અને વન વિભાગના બે અધિકારીઓ ઘાયલ થયા છે. ઘણી જહેમત બાદ કોઈક રીતે દીપડાને સફળતાપૂર્વક શાંત પાડીને પકડવામાં આવ્યો હતો. ગામમાં દીપડાની હાજરીના સમાચાર રેસ્ક્યુ ટીમને મળતા. રેસ્ક્યુ ટીમે દીપડાને પકડવા માટે કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ટીમનું નેતૃત્વ કરી રહેલા સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) અને વન વિભાગના બે અધિકારીઓ પર દીપડાએ હુમલો કર્યો હતો.
પાણીપતના પોલીસ અધિક્ષકે ઓપરેશનમાં સામેલ લોકોની બહાદુરી અને હિંમતને સલામ કરી અને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. વીડિયો શેર કરતા પાણીપતના એસપી શશાંક કુમાર સાવને લખ્યું, “પોલીસ અને વન વિભાગના લોકો માટે દિવસ કઠિન હતો. લોકોને ઈજાઓ થઈ છે. તેમની બહાદુરી અને હિંમતને સલામ. દીપડા સહિત દરેક જણ સુરક્ષિત છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે જોવા મળ્યો હતો અને ઘણા વપરાશકર્તાઓએ અધિકારીઓની બહાદુરીની પ્રશંસા કરી હતી. એક યુઝરે કમેન્ટ કરી કે, ‘આ વીડિયો સ્પષ્ટ કરે છે કે પોલીસકર્મીની નોકરી કેટલી ખતરનાક છે.’
Tough day at work for people from police and forest dept.. A couple of them suffered injuries..Salute to their bravery and courage..In the end, everyone is safe..Including the leopard.. pic.twitter.com/wbP9UqBOsF
— Shashank Kumar Sawan (@shashanksawan) May 8, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











