Wednesday, July 8, 2026
HomeGeneralહરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીનું નિધન, ભક્તોએ શંકા વ્યક્ત કરી

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીનું નિધન, ભક્તોએ શંકા વ્યક્ત કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિર છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં હતું તે મંદિરના ગુણાતીત સ્વામીનું આજે નિધન થયું છે. આ લખાય છે તે સમયે તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા ચાલી રહી છે. સ્વામી ગુણાતીતનું અચાનક નિધન થતાં તેમના ભકતોમાં નિધનને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈ કાલે મોડી રાતે ગુણાતીત સ્વામીનું હાર્ટ અટેક આવવાથી મૃત્યુ થયું હતું.



ગુણાતીત સ્વામીનું આવી રીતે અચાનક નિધન થતાં કેટલાક ભક્તો તપાસની અરજી લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ભક્તોને ગુણાતીત સ્વામીના નિધનમા કોઈ શંકા થતી હોવાના કારણે તેમણે તપાસની માગ કરી છે. ભકતોનું કહેવું છે કે જો ગુણાતીત સ્વામીના નિધનની તપાસ કરવામાં આવે તો ઘણા તથ્યો બહાર આવી શકે છે. બીજી તરફ ગુણાતીત સ્વામીના નિધન બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામી પણ હરિધામ સોખડા આવી પહોંચ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી હરિધામ સોખડા મંદિર મેનેજમેન્ટના પ્રશ્નોના કારણે વિવાદોમાં રહ્યું હતું જેના કારણે આ અંગે ગુજરાત હાઈ કોર્ટ દ્વારા પણ તેની અર્જન્ટ સુનાવણી કરી હતી. કોર્ટ દ્વારા હરિધામ સોખડામાં બંધક બનાવેલા 180 જેટલા સંતોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. જેમાં આ સંતોને 4 મહિના સુધી ખરાબ રીતે હેરાન કર્યા હોવાની પણ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટે આ સંતોને અલગ અલગ આશ્રમમાં રોકવાની સૂચના આપી હતી તેની સાથે જ તેમના પાસપોર્ટ અને અન્ય જરૂરી વસ્તુઓ પણ પરત કરવાનો કોર્ટે આદેશ કર્યો હતો.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular