Wednesday, September 2, 2026
HomeGeneralસુરતઃ ફાઈનાન્સના ધંધામાં સંકળાયેલા યુવકની જાહેરમાં હત્યા, મિત્ર બચાવવા પડતા ઈજાગ્રસ્ત

સુરતઃ ફાઈનાન્સના ધંધામાં સંકળાયેલા યુવકની જાહેરમાં હત્યા, મિત્ર બચાવવા પડતા ઈજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં મોડીરાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે. ફાઈનાન્સના ધંધા સાથે સંળાયેલા સલીમ ખલીલ તેના મિત્રો સાથે હતો તે દરમિયાન તેની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની જાણ થતાં ઉચ્ચ અઘિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.



માહિતી અનુસાર, સુરતમાં રાંદેરના મોરાભાગમાં મોડીરાત્રે ફાઈનાન્સના ધંધા સાથે સંકળાયેલા સલીમ ખલીલ નામનો યુવક તેના મિત્ર સાથે હતો ત્યારે ત્રણ જેટલા વ્યક્તિઓ આવીને તેની પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. સલીમને બચાવવા જતા તેના મિત્ર પણ ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ખલીલનું મોત નિપજ્યું હતું.

હુમલાના બનાવ બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. ખલીલના મિત્રએ અજાણ્યા ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આઘારે પોલીસે ત્રણે વ્યક્તિઓની ધરપકડ કરી તેમની પુછપરછ હાથ ધરી હતી. ત્રણે વ્યાજખોરીના વ્યસાય સાથે સંકળાયેલા હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. ઉપરાંત હત્યા પાછળ આર્થીક કારણો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે પોલીસ દ્વારા અન્ય પાસાઓ પણ તપાસમાં લેવાયા છે. હવે આગામી સમયની પોલીસ તપાસમાં વધુ ખુલાસા સામે આવે તેમ છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular