નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં ઘણી જગ્યાએ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જમવામાં સારી ગુણવત્તાનું જમવાનું મળતું ન હોવાની ફરિયાદ સામે આવતી હોય છે, ત્યારે રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં આવેલી એક હોસ્ટેલના જમવામાંથી તો જીવજંતુ નીકળવાની ફરિયાદ આજે સામે આવી છે. આ અંગે વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત પણ કરી હતી તેમ છતાં જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું.
હોસ્ટેલના વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલના જમવામાંથી જીવજંતુ નીકળે છે, સમાન્ય રીતે જમવામાં કીડી-માકોડા આવી જાય તો અમે સમજી શકીએ છે પણ આતો જમવામાં અમુક વાર કીડી-માકોડા નીકળે, ઘણી વાર વંદા નીકળે અને ઘણી વાર તો જમવામાં બીડી નીકળે છે. અમે આ અંગે ઘણી વાર રજૂઆત કરી છે તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.
આત્મીય યુનિવર્સિટીમાં આવેલી કે કે મહેતા હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થી જિગ્નેશ કોટેચાએ જણાવ્યુ હતું કે, “જ્યારે અમે અહિયાં એડમિશન લેવા આવ્યા ત્યારે હોસ્ટેલના કાર્યકર્તાઓએ મીઠી મીઠી વાણી બોલીને અમારા માતા-પિતાને ભોળવી લીધા હતા. અહિયાં કોઈ પ્રકારની તકલીફ નહીં પડે, તમારું બાળક અહિયાં સુરક્ષિત છે, અહિયાથી બહાર જવા માટે પણ તમારી મંજૂરી લેવી પડશે આવી વાતોમાં આવીને અમે અહિયાં એડમિશન લીધું અને હવે જ્યારે અમને જમવાનું ખરાબ મળી રહ્યું છે ત્યારે અમે રજૂઆત કરીએ તો અમને તેવો જવાબ મળે છે કે તમારે રહેવું હોય તો રહો અને જવું હોય તો જાઓ.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું ક, “અમારા વાલીઓએ જે વિશ્વાસ રાખીને અમને અહિયાં એડમિશન અપાવ્યું હતું તે વિશ્વાસુ વ્યક્તિ જ જો હવે અમને આવો જવાબ આપે તો અમારે શું કરવું? કેટલાક લોકો હોસ્ટેલ છોડીને જતાં રહ્યા કારણ કે તેમના વાલીઓ સમજે છે, અમે જ્યારે ઘરે આવી ફરિયાદ કરીએ અને આ અંગે અમારા વાલી જ્યારે હોસ્ટેલમાં પૂછપરછ કરે ત્યારે પણ મીઠી મીઠી વાતો કરીને વાલીઓને જાળમાં ફસાવીને કઈક બહાનું કરી દેવામાં આવે છે એટલે અમે હોસ્ટેલ છોડીને જઈ શકતા નથી. જ્યારે હોસ્ટેલના મેનેજમેન્ટને આ અંગે અમે ફરિયાદ કરીએ તો અમે જાણે મફતમાં હોસ્ટેલમાં રહેતા હોય તેવું વર્તન કરવામાં આવે છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











