તુષાર બસિયા (નવજીવન ન્યુઝ. અમદાવાદ): રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓ વચનોન લ્હાણી કરતા ફરે છે. તેમાં ખાસ કરીને ભાજપ કે જે છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તારૂઢ છે તે વિકાસના વખાણ કરતા ધરાતો નથી. પરંતુ અમને આ વિકાસની કચરા ગાડીમાં એક દર્દનાક સત્ય ફરતું જોવા મળ્યું કે જે વિકાસના દાવા સાથે જ ગરીબ, મહિલા અને વંચિતોના ઉદ્ધારના દરેક દાવાને ખોટા પાડી રહ્યું છે.
સ્માર્ટ સિટી અમદાવાદના પોશ વિસ્તાર જજીશ બંગલો રોડ પરની આ વાત છે. ધનાઢય અને સંપન્ન લોકોથી ભરેલા માર્ગ પર બંને બાજૂ મોંઘાદાટ શો રૂમ વચ્ચે કચરો ઉઠાવવા આવેલી કચરા ગાડીની આ વાત છે. ચોક્કસ સ્થળની વાત કરીએ તો લીલા અને વાદળી રંગના બે કચરાના ડબ્બા એક મોંઘાદાટ હાઈરાઈઝ બિલ્ડીંગના ખુણા પર આવેલા છે. આ કચરો ઉઠાવવા માટે એક કચરા ગાડી આવીને ઉભી રહે છે અને પાછળની પેટી કચરાથી ખચાખચ ભરેલી છે. પણ આ વાહનના કચરાના ડબ્બાની અંદર કંઈક અજૂગતી હલન-ચલન જોવા મળી, અંદર ડોકીયું કરતા જે જોયું ત્યાથી હચમચી ગયેલા હ્રદય સાથે શરૂ થાય છે નિર્દયી સરકારને અને સરકારના દાવાને ઉઘાડો પાડતો આ અહેવાલ.
પેટીયું રળવા માટે માણસને લગભગ દરેક કામ કરવા પડે છે, એ હદે કે કચરાના ડબ્બામાં કચરામાં રીતસર બેસી ગંદકીમાં કામ કરવા મજબૂર છે. એવામાં દેશના પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી મહિલાન ઉત્થાનની વાતો કરે છે. ત્યારે અમારી નજરેઅમદાવાદના પોશ વિસ્તારમાં કચરાના ગંદકી સભર ડબ્બામાં બેસી કોઈ સેફ્ટી કે કોઈ પ્રકારની સુવિધા વગર લાચાર અવસ્થામાં કામ કરતી મહિલા પર પડી. દ્રશ્ય જોઈ કોઈ પણ માણસની આંતરડી કકડી ઉઠે તેવી સ્થિતી વચ્ચે જો પહેલી વાત સ્ફૂરી હોય તો તે આ હતી, “ફટ્ટ છે આવા નેતાઓ અને સરકારને કે જ્યાં ગરીબો અને વૃધ્ધ મહિલાની હાલત દયનીય છે અને નેતાઓ હેલિકોપ્ટરમાં ફરે અને પાંચ સિતારા હોટલની મેજબાની માણે છે.”
આ બાબતે વૃધ્ધ મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કરતા કેમેરા પર બોલતા મહિલાને ડર હતો કે તેણીની નોકરી જતી રહેશે. પરંતુ આ વૃધ્ધ મહિલાના ચહેરા પરની કરચલી અને લાચારી જ બધું કહી જતી હતી. આ કચરાની ગાડી અમદાવાદ મહાનગરપાલિકાના બોડકદેવ વિસ્તારની હતી અને કચરામાં મહિલા હતી. જો સરકાર ગરીબો, મહિલાઓ અને વંચિતો માટે કંઈ કરતી હોય તો જમીન પર આવી હાલત કેમ છે ? આ સવાલ સિવાય જો કંઈ લખવા કે બોલવાનું થાય તો પત્રકારત્વની ગરીમાને લાંછન લાગે તેવા જ શબ્દો નિકળે. માટે આ બાબતે આપણે આટલું જ કહીએ કે, ફટ્ટ છે શાસનને કે જ્યાં આઝાદીના 75 વર્ષની ઉજવણી બાદ પણ દેશની માતા કચરાના ઢગલામાં બેસવા મજબૂર બને. આ બાબતે સમાજે પણ સભાનતા પુર્વક સુખી જિંદગીની બહાર ડોકીયું કરવાની તસ્દી લેવી જોઈએ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










