Monday, June 29, 2026
HomeGeneralદહેગામ: એક્ટિવાનો કાચ અડી જવા બાબતે બે જુથ વચ્ચે ધીંગાણું, સરપંચ અને...

દહેગામ: એક્ટિવાનો કાચ અડી જવા બાબતે બે જુથ વચ્ચે ધીંગાણું, સરપંચ અને તેના પુત્ર સહિત 22 સામે ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: દહેગામમાં સામન્ય બાબતે બે જુથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બને જુથ તરફથી પથ્થર, લાકડી અને બેટ વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતે બને જુથે સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે 22 લોકો સામે ગુનો નોંધયો છે. જેમાં વટવા ગામના સરપંચ અને તેના પુત્રનો પણ સમાવેશ થાય છે.



દહેગામ તાલુકાના વટવા ગામમાં બે દિવસ અગાઉ એક જ સમાજના બે જુથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. વટવામાં ભવાનસિંહ વાળા વાસમાં રહેતા સુશીલાબા રાજેન્દ્રસિંહ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, સુશીલાબા ચૌહાણનો ભાણીયો યુવરાજસિંહ એક્ટીવા લઇને ઘરે આવતો હતો ત્યારે ઘરની પાછળના રસ્તામાં ભગતસિંહ સરપંચના કુટુંબના માણસોએ રસ્તામાંથી સાઇડમાં ઉભા રહેવા બાબતે બોલાચાલી કરીને ભાણીયા સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાનુ બંન્ને પક્ષોએ સમાધાન પણ કર્યુ હતુ. બાદમાં બીજા દિવસે સાંજે ચાર વાગે સુશીલાબાનો દિકરો દેવરાજસિંહ દુધ લેવા માટે નજીકની દુકાને ગયો ત્યારે સરપંચના માણસોએ રસ્તામાં ઉભો રાખીને જપાજપી કરીને ગાળો બોલી હતી. તે દરમિયાન સુશીલાબા ચૌહાણ તથા તેમના પતિ અને સાસુ તેમજ ભાણીયા સાથે દેવરાજને છોડાવવા દોડી ગયા હતા. યુવરાજને સિધ્ધરાજસિંહ ભગતસિંહે લાકડાના ધોકાથી માર મારતા માથામાંથી લોહી નીકળી ગયુ હતુ અને નીચે પડી ગયો હતો.

ત્યારે સામાપક્ષ તરફથી આ મામલે સરપંચના પુત્ર સિધ્ધરાજસિંહ ભગતસિંહ ચૌહાણે 11 લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે સિધ્ધરાજસિંહ અને તેમના કાકાનો દિકરો ભુપેન્દ્રસિંહ ચૌહાણ ચાલતા શાકબાજી લેવા જઈ રહ્યો હતો. તે દરમિયાન રોડ ઉપર યુવારાજસિંહ ચૌહાણ એક્ટીવા લઇને ઘર બાજુ જવા નીકળ્યો હતો અને એક્ટીવાનો સાઇડગ્લાસ સિધ્ધરાજસિંહને અડી જતા સામન્ય બોલાચાલી થઇ હતી. આ મામલે સાંજે સમાધાન થઇ ગયુ હતુ. બીજા દિવસે ગુરુવારે બંને જણા મહોલ્લામાં ઉભા હતા ત્યારે સામાપક્ષના લોકોનુ ટોળુ હાથમાં દાંતી, ધોકા, લાકડીઓ અને પથ્થર સાથે આવ્યુ હતુ અને કાલે કેમ તમે અમારા મહોલ્લાના લોકોને ગાળો બોલતા હતા એમ કહીને ટોળાએ હુમલો કરી દીધો હતો. બુમાબુમ કરતા સિધ્ધરાજસિંહના કુટુંબીઓ દોડી આવ્યા હતા અને છોડાવવા વચ્ચે પડતા તેમના ઉપર પણ હુમલો કર્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત સિઘ્ધરાજસિંહને કપાળના ભાગે ત્રણ ટાંકા લેવા પડયા હતા. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.



સમગ્ર બાબતે સુશીલાબાની ફરિયાદના આધારે ભગતસિંહ રતનસિંહ (વટવા સરપંચ), સિધ્ધરાજસિંહ ભગતસિંહ (સરપંચ પુત્ર), ભુપેન્દ્રસિંહ કિશોરસિંહ, રણવિરસિંહ ઇન્દ્રસિંહ, મલકીતસિંહ ભગતસિંહ, કિશોરસિંહ બલભદ્રસિંહ, વનવિરસિંહ સાહેબસિંહ, સિધ્ધરાજસિંહ ગબ્બરસિંહ, કનકસિંહ દિનુસિંહ, જયપાલસિંહ કિશોરસિંહ, વિજયસિંહ વનવિરસિંહ સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામાપક્ષે સિધ્ધરાજસિંહ ચૌહાણ (સરપંચ પુત્ર)ની ફરિયાદના આધારે પોલીસે પૃથ્વીસિંહ મદનસિંહ ચૌહાણ, ભારતસિંહ લાલસિંહ ચૌહાણ, રાજેન્દ્રસિંહ વદનસિંહ ચૌહાણ, સુરેન્દ્રસિંહ મહોબતસિંહ ચૌહાણ, શૈલેષસિંહ મહોબતસિંહ ચૌહાણ, કિરીટસિંહ ચંદ્રસિંહ ચૌહાણ, મહોબતસિંહ અજીતસિંહ ચૌહાણ, પૃથ્વીસિંહ દિલીપસિંહ ચૌહાણ, યુવરાજસિંહ વિજયસિંહ ચૌહાણ, સ્વરાજસિંહ જશવંતસિંહ ચૌહાણ, જયેન્દ્રસિંહ ચંદ્રસિંહ ચૌહાણ (તમામ રહે. વટવા તા. દહેગામ) વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular