Monday, June 29, 2026
HomeGeneral‘મેં રૂકેગા નહીં સાલા’, અરવલ્લીના 'પુષ્પા'ઓની તાકાત સામે વન વિભાગના દંડવત પ્રણામ,...

‘મેં રૂકેગા નહીં સાલા’, અરવલ્લીના ‘પુષ્પા’ઓની તાકાત સામે વન વિભાગના દંડવત પ્રણામ, જાણો શું થઈ રહ્યું છે

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): હાલમાં પુષ્પા ફિલ્મમાં ચંદનના વૃક્ષોની હેરાફેરીનો ખેલ સિનેમા હોલ, ટીવી અથવા તો મોબાઈલમાં જોયો હશે, આવું જ કંઇક અરવલ્લી જિલ્લાના જંગલોમાં જોવા મળે છે. અરવલ્લીમાં ભલે ચંદન નથી પણ અન્ય મહત્વના વૃક્ષોને પણ પુષ્પાઓનો ઉધઇની જેમ ખાઈ રહ્યા છે, પણ વનવિભાગનું સદંતર મૌન જોવા મળે છે. અરવલ્લી જિલ્લામાં વનવિભાગને જે મોટી જવાબદારી સરકારે આપી છે પણ તે જવાબદારી નિભાગવવામાં વનવિભાગને જરાય રસ ન હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાના જંગલો નષ્ટ થઇ રહ્યા છે, વૃક્ષોનું સરેઆમ નિકંદન થતું વનવિભાગ નરી આંખે જુએ છે, પણ આંખે ગુલાબી પાટા બંધાઈ ગયા ગયા હોવાનું લોકચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા બે દિવસથી દ્વારા લાકડાની હેરાફેરીના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા પણ હજુ વનવિભાગના પેટનું પાણી નથી હલતું જાણે એવું લાગે છે કે, ગુલાબી આહાર આરોગી લીધો હોય.



જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મધ્યરાત્રી તેમજ પરોઢે લાકડાની હેરાફેરીનો ખુલ્લો પરવાનો વનવિભાગે આપી દીધો હોય તેમ જોવા મળે છે, પણ હજુ કોઇ જ કાર્યવાહી વનવિભાગે નથી કરી. અરવલ્લી જિલ્લાના જંગલો કાપીને અન્ય જિલ્લામાં લાકડાનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે, અને વનવિભાગ હજુ ગોરનિંદ્રામાં જોવા મળી રહ્યું છે. જિલ્લાના જંગલોમાં આવેલી નાની-મોટી ટેકરીઓ નામશેષ છે આ વચ્ચે જંગલો પણ હવે પુસ્તકો પુરતા રહે તો નવાઈ નહીં.

રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ગ્રાન્ટ વન ઉછેરવા માટે આપવામાં આવતી હોય છે, પણ આ વન ઉછેર માત્ર વનવિભાગના અધિકારીઓ અને વિરપ્પનો માટે હોય તેવું દેખાય છે. વૃક્ષો મોટા કરીને છેલ્લે કાપી નાખવામાં આવતા હોય છે અને ઊંચા ભાવે તેને બારોબારિયું કરવામાં આવતું હોય તેવું પણ લોકો નરી આંખે જુએ છે.

- Advertisement -

હેરાફેરી કરનારા વન ભક્ષકો સામે કાર્યવાહીનું મુહૂર્ત ક્યારે

જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાકડાની ખુલ્લેઆમ હેરાફેરી કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ વનવિભાગ મુકદર્શક બની છે. આ અંગે વનવિભાગ કાર્યવાહી ક્યારે કરશે તે પણ લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ ભારે જહેમત ઉઠાવી વનબચાવવા પ્રયાસો કરે છે, જ્યારે બીજી બાજુ બની બેઠેલા વીરપ્પનો વૃક્ષોનું નિકંદન કરીને લાકડાની હેરાફેરી કરી વનવિભાગના ગાલે તમાચો માર્યો છે. વનવિભાગ જાણે ગુલાબી આશિયાનમાં બેઠી હોય તેમ કંઇ જ કરવાના મૂડમાં ન હોય તેવા યક્ષ પ્રશ્નો ઉઠી રહ્યા છે.



વનમહોત્સવના તાયફા પછી RFO બધુ ભૂલી કેમ જાય છે?

દર વર્ષે રાજ્ય સરકાર વનમોત્સવ થકી જંગલોનો ઉછેર કરવા અને પર્યાવરણને બચાવવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમો આયોજિત કરતું હોય છે. માત્ર એક દિવસના કાર્યક્રમાં કરોડો રૂપિયા વેડફી બીજા દિવસે વનવિભાગ જેમ હોય તેમ જ કામગીરી કરતું હોય તેવું હવે દેખાઈ રહ્યું છે. એક દિવસ મોટા મોટા તાયફા કરીને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજીને પર્યાવરણને જાણે વનવિભાગ જ સાચવતું હોય તેવું દેખાવાનો ઢોંગ કરતું હોય છે, અને આજે પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. તો શું વનવિભાગ સાચે જ વનમહોત્સવ પર્યાવરણ બચાવવા કરે છે ?

- Advertisement -

રાષ્ટ્રીય વન નીતિ – 1988નો અમલ માત્ર કાગળ પર

રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા પુસ્તક વન ચેતનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વર્ષ પ્રતિવર્ષ દેશના વનોમાં અને વનની જમીનમાં ઘટાડો થતો હતો. બળતણ, ઇમારતી લાકડું, ગૌણ વનપેદાશનને નામે વનનો નાશ થતો હતો. સામે પક્ષે નવા વૃક્ષોનો ઉછેર, રક્ષણ તેમજ વૈકલ્પિક વનિકરણનો વેગ ખુબ જ ધીમો છે, જેથી પર્યાવરણ અસંતુલિત બન્યું છે. જંગલોમાં વૃદ્ધિ પુન: ઉછેર તેમજ પર્યાવરણના સંતુલન માટે રાષ્ટ્રીય વન નીતિ ખૂબ જ જરૂરી હોઇ 1988માં નવેસરથી વનનીતિ ઘડી અમલમાં લાવવામાં આવી હતી.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular