નવજીવન ન્યૂઝ. વડોદરા: અમદાવાદમાં લગભગ એક વર્ષ પહેલા આયેશા નામની એક યુવતીએ રિવરફ્રન્ટ ઉપર આવીને આત્મહત્યા કરી હતી, તેના આરોપીને તાજેતરમાં જ કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. હવે આવો જ એક કિસ્સો વડોદરાની એક યુવતી સાથે બન્યો છે અને યુવતીએ અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર બે વાર આત્મહત્યાનો પ્રયાસ કાર્ય બાદ વડોદરામાં પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે યુવતીએ અમદાવાદમાં રહેતા તેના પ્રેમીના કારણે આ પગલું ભર્યું છે.
પ્રાથમિક જાણકારી મુજબ વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી એક યુવતીને પ્રેમીએ તરછોડતા તેણે આત્મહત્યાનું આ પગલું ભર્યું હતું. આ યુવતીએ પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર આવીને બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન તેણે એક વીડિયો પણ બનાવ્યો અને તેના પ્રેમી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો, ત્યાર બાદ તેણે વડોદરા પોતાના ઘરે જઈને ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે યુવતીના પરિવાર દ્વારા જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં યુવતીના પ્રેમી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
યુવતીની આત્મહત્યા અંગે તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, “તેમની પુત્રી અમદાવાદમાં એક યુવક સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતી. બને એક બીજાના ઘરે આવતા જતા હતા અને રોકાતા પણ હતા. બંને લગ્ન પણ કરવાના હતા, પરંતુ યુવકના પરિવારજનો લગ્નની વાતથી ફરી જતા અમારી પુત્રી આઘાતમાં આવી ગઈ હતી જેના કારણે તેણે આ પગલું ભર્યું છે.”
યુવતીએ આત્મહત્યા પહેલા જે વીડિયો બનાવ્યો હતો તેમાં ટે કહી રહી છે કે, “તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહે કે મુઝે પટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમેં મૈંને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઔર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તુમમેં ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.”
અન્ય એક વીડિયોમાં યુવતી કહે છે કે, “કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલું.”
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











