Sunday, November 8, 2026
HomeGeneral4 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને ગુજરાતના 20 માછીમારો પરત આવ્યા,...

4 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને ગુજરાતના 20 માછીમારો પરત આવ્યા, પરિવારને મળતા ભાવુક દૃશ્યો સર્જાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગુજરાતના કુલ 662 માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં કેદ હતા. આ કેદીઓ પૈકી 20 કેદી માછીમારોને ગત તા.20 જૂનના રોજ 4 વર્ષ જેટલા લાંબા સમય બાદ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કરવામાં આવેલા તમામ 20 કેદીઓને ભારત સરકારને સોંપવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત થયેલા માછીમારો આજે વેરાવળ પહોંચ્યા હતા, જ્યાં તેમના પરિવાર સાથે મીલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.



આ અંગે મદદનીશ મત્સ્યઉદ્યોગ અધિક્ષક એન.પી. મકવાણાએ જણાવ્યું હતું કે, “તારીખ 17ના રોજ ભારત સરકારે માછીમારો અંગે જાણકારી આપતા તેમની ટીમ 18 તારીખે વાઘા બોર્ડર પર જવા રવાના થઈ હતી. ત્યાર બાદ 20 તારીખે માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા. જેમને ટ્રેન અને વડોદરાથી બસ મારફત વેરાવળ મત્સ્યઉદ્યોગ કચેરી ખાતે લઇ આવવામાં આવ્યા હતા.”

મુક્ત થયેલા ભારતીય માછીમારોએ તેમની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે માછીમારી કરવા આજથી 4 વર્ષ પહેલા દરિયો ખેડવા ગયા હતા ત્યારે પાકિસ્તાનનાં કોસ્ટલ ગાર્ડ દ્વારા તેમને બંધક બનાવી લેવાયા હતા. હજુ પણ ત્યાં 642 માછીમારો બંધક છે જેમાંથી ઘણાની હાલ બીમારીના કારણે દયનીય છે.” સાથે જ માછીમારોનાં પરિવારજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “હજુ પણ 600થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. તેમની અને તેમના તેમના પરિવારોની જવાબદારી કોણ લેશે. ક્યારેક તો માછીમારો પાકિસ્તાનની જેલમાં જ મૃત્યુ પામે છે તો માત્ર તેમના મૃતદેહ ઘરે પહોંચે છે. વહેલી તકે તમામ બાકીના માછીમારોને મુક્ત કરવામાં આવે તેવી અમારી માગ છે.”


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular