દિલીપ ચાવડા (નવજીવન ન્યુઝ. સુરત): સુરત ગ્રામ્ય પોલીસના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન વિવાદોમાં આવતા રહેલા PSI અશોક મોરી કે જેઓ અગાઉ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ગંભીર પ્રકારના ગુનામાં ફરિયાદીને ધમકાવવાની બાબતે સસ્પેન્ડ થયા હતા. ત્યાર બાદ હાલ સુરત ગ્રામ્ય પોલીસના કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન PSI અશોક મોરીએ મહિલા સહકર્મીને સોશિયલ મીડિયાના માધ્યમથી કથિત મેસેજ મોકલી મહિલાને હેરાનગતિ કરવા જેવી ગંભીર બાબતે ફરી અશોક મોરીએ વિવાદ ઉભો કર્યો છે. જેના કારણે પોલીસ બેડામાં ચકચાર મચી હતી. ત્યારે મહિલાઓની સુરક્ષાની વાત કરતી ખુદ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મીઓને તેમના અધિકારી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કથિત મેસેજ મોકલી મહિલા કર્મીઓને હેરાનગતિ કરતા ખુદ પોલીસ કર્મચારી જ કઠેરામાં આવી ગયો છે. અંતે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સુધી ફરિયાદ થતા આખા પ્રકરણની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી હતી.
અશોક મોરીના શરમજનક કૃત્ય બાબતે નિવેદન નોંધાવા સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનમાં જાણ થતાં તપોસનો રેલો આવવાના ડરથી PSI મોરી માંદગીનું કારણ દર્શાવી ફરજ પરથી ગેરહાજર થયા. ત્યારે મોરીના કેસ બાબતની તપાસ બારડોલી ડિવિઝનના ડીવાયએસપીને સુપ્રત કરતા તપાસ દરમિયાન નોંધાયા મુજબ PSI એ.બી.મોરીએ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા એલ.આર.ડી. અને એક મહિલા જી.આર.ડીને તેમજ એક ગુનામાં ભોગ બનેલી યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી આપત્તિજનક મેસેજ મોકલ્યા હોવાના આરોપ છે.
ત્યારે કડોદરા GIDC પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ.એસ.પી બિશાખા જૈને મહિલા પોલીસ કર્મચારી અને જી.આર.ડીની પ્રાથમિક પૂછતાછ બાદ આખા પ્રકરણનો રિપોર્ટ જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કર્યો હતો. આ ગુપ્ત રિપોર્ટને આધારે જિલ્લા પોલીસ વડાએ સમગ્ર પ્રકરણની તપાસ બારડોલી ડિવિઝનના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી ભાર્ગવ પંડ્યાને સુપ્રત કરી હતી. ત્યારે PSI અશોક મોરીના શરમજનક કેસમાં ખાખી લજવાવા જેવી ગંભીર ઘટનાને ધ્યાને લઇને એસ.પી દ્વારા ગત મોડી રાત્રે PSI મોરીને ફરજ પરથી સસ્પેન્ડ કરતો ઓર્ડર કરી સુરત ગ્રામ્ય પોલીસમાં દાખલો બેસાડવા જેવી કામગીરી કરી હતી. સુરત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતો PSI અશોક મોરી મહિલા કર્મીઓની હેરાનગતિ કરવાની વાતે સસ્પેન્ડ થતાં તે બીજી વખત ફરજ પરથી સસ્પેન્ડ થયાનું નોંધાયું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.