નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31 માર્ચથી વિશ્વની સૌથી મોટી T20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (T20 League Indian Premier League) ની 16મી સિઝનની શરૂઆત થવાની છે. IPLની 16મી સિઝનની પ્રથમ મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)પર રમાવાની છે. જોકે આ મેચની ટિકિટનું વેચાણ શરૂ થતાં ગણતરીના કલાકોમાં જ ટિકિટ હાઉસ ફુલ (Tickets) થઈ ગઈ હતી. ત્યારે IPLની મેચ જોવા જતાં પ્રેક્ષકો માટે એક મહત્વના સમાચાર (Latest News) સામે આવ્યા છે.
ક્યારે શરૂ થશે IPL 2023?
અમદાવાદ ખાતે રમાવા જઈ રહેલી IPL મેચને લઈને પ્રેક્ષકો માટે કેટલાક નિયમો સામે આવ્યા છે. ગુજરાત ટાઈટન્સે (Gujarat Titans) એક ટ્વિટ કરીને આ માહિતી આપી છે જેમાં IPLની મેચ જોવા જઈ રહ્યા છો તો કંઈ વસ્તુઓ સાથે નહીં લઈ શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે. મહત્વની વાત છે કે, 31 માર્ચથી વિશ્વની સૌથી મોટી T20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની શરૂઆત (IPL time table 2023 Gujarat) થવાની છે.
શું નહીં લઈ જઈ શકો સ્ટેડિયમમાં?
મળતી વિગતો અનુસાર આઈ.પી.એલ. જોવા જતા ક્રિકેટ રસીકો પોતાની સાથે કેટલીક ચીજ-વસ્તુઓ સાથે લઈ જઈ શકશે નહીં. જેમાં જેમાં પાવર બેંક, સિગારેટ લાઈટર, સેલ્ફી સ્ટિક, વુડન સ્ટિક, તિક્ષ્ણ હથિયાર, બેગ કે થેલો, બોટલ, છત્રી, કેમેરો, હથિયાર તેમજ કોઈ પણ જાતનું ફુડ, હેલ્મેટ અને સિક્કા તમે સ્ટેડિયમની અંદર લઈ જઈ શકશો નહીં તેવી માહિતી મળી રહી છે.
IPL 2023 schedule
IPLમાં 10 ટીમના 243 જેટલા ખેલાડીઓ 1 મહિનાથી વધારે સમય સુધી 70 લીગ મેચ રમશે. IPL 2023માં ગુજરાત ટાઈટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે. અમદાવાદમાં રમાનારી મેચની વાત કરીઓ તો પ્રથમ 31 માર્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ, 9 એપ્રિલે ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ, 16 એપ્રિલે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ, 25 એપ્રિલે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ, 2 મેએ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ, 7 મેએ ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ, 15 મેએ ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








