Friday, April 17, 2026
HomeGujaratસુરત: ગુજરાત હાઈ કોર્ટના આદેશ બાદ પણ વધુ એક મહિલાએ રખડતાં ઢોરના...

સુરત: ગુજરાત હાઈ કોર્ટના આદેશ બાદ પણ વધુ એક મહિલાએ રખડતાં ઢોરના કારણે જીવ ગુમાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાત હાઈ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે તેમ છતાં આ પાગલની કોઈ અસર દેખાતી હોય તેવું નથી લાગી રહ્યું. ગુજરાત હાઈ કોર્ટે આદેશ આપ્યો હતો કે રખડતા ઢોરના કારણે કોઈનો જીવ ન જવો જોઈએ, તેમ છતાં સુરતમાં રખડતાં ઢોરની અડફેટે આવતા એક મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ મહિલાનું મૃત્યુ થયું હતું.

ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ, સુરતના અડાજણ પાલનપુર ગામમાં મહાદેવ ફળીયામાં રહેતા નંદીબેન રાઠોડનો કોર્ટમાં કેસ ચાલતો હોવાથી નંદીબેન તેમના પુત્ર મનોજ સાથે બાઈક પર કોર્ટ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન પાલ RTOની સામે સર્વિસ રોડ પરથી પસાર થતાં સમયે અચાનક ભેંસ રસ્તા વચ્ચે આવી ચડતા મનોજે બાઈકને બ્રેક મારી હતી અને અચાનક બાઈકની બ્રેક મારતા પાછળ બેસેલા નંદીબેન બાઈક પરથી નીચે પટકાયા હતા અને તેમને માથાના ભાગે મુઢ ઈજા થઈ હતી. તેમજ તેમના નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું, તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે જેના કારણે ગુજરાત હાઈ કોર્ટે પણ રાજ્ય સરકારની ટીકા કરી હતી અને તાત્કાલિક આ રખડતાં ઢોરની સમસ્યાનું નિરાકરણ કરવા માટે આદેશ કર્યો હતો. રાજ્ય સરકારે પગલાં લેવાના શરૂ કર્યા છે, તેમ છતાં પણ આવા બનાવોથી લોકોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular