નવજીવન ન્યૂઝ.રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળા તરીકે ઓળખાતા લોકમેળાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 17મીથી 21 ઓગસ્ટ સુધી એટલે કે પાંચ દિવસ સુધી રાજકોટના રેસકોર્સ ખાતેની ખુલ્લી જગ્યા પર લોકમેળો યોજાશે. આ લોક મેળામાં મોટી સંખ્યામાં લોકો મનોરંજન માટે આવશે.
રાજકોટના રેસકોર્સ ખાતે યોજાશે સૌરાષ્ટ્રનો સૌથી ભવ્ય લોકમેળો જેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ મેળાના આયોજનને લઈને 12 સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મહામારીના સમયને લઈને લોક મેળાઓ બંધ હતા, હાલ પણ સ્થિતિ એવી છે કે અમદાવાદમાં આઈપીએલ યોજાયા પછી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે, છત્તાં ત્રીજી લહેરમાં કોરોનાની ઘાતકતા ઘણી ઘટી હોવાને લઈને લોકોમાં ચિંતાનો માહોલ ઓછો જોવા મળી રહ્યો છે. દરમિયાનમાં રાજકોટમાં જન્માષ્ટમીના મેળાના આયોજન પર પણ અગાઉ રોક લગાવાઈ હતી. જે પછી આ વખતે મેળો યોજાશે.
આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ મામલાને લઈને બેઠક પણ યોજાઈ હતી. દર વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠ્ઠથી દસમ સુધી રાજકોટનો મેળો માણવા ગામેગામથી લોકોની ભીડ ઊમટી પડતી હતી. સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો લોકમેળો છે, જોકે લોકમેળામાં કોરોનાની ગાઈડલાઈન્સ તો ફોલો થવાની શક્યતાઓ નહીવત સમાન છે પરંતુ છત્તાં તંત્રએ કરેલી વાતોમાં આ મામલે તકેદારીઓ લેવા જણાવ્યું છે. જોકે હવે આ મેળો કેટલો શાંતિ અને આરોગ્યપૂર્ણ રીતે ઉજવાય છે તે જોવું રહ્યું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.