Sunday, May 31, 2026
HomeGujaratમાછીમારોની સમસ્યાઓ જાણવા “સાગર પરિક્રમા" બે દિવસીય કાર્યક્રમ યોજાશેઃ પરશોત્તમ રૂપાલા

માછીમારોની સમસ્યાઓ જાણવા “સાગર પરિક્રમા” બે દિવસીય કાર્યક્રમ યોજાશેઃ પરશોત્તમ રૂપાલા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ : 75માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે “સાગર પરિક્રમા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાગર પરિક્રમાનું પ્રથમ ચરણ ગુજરાતથી 5મી માર્ચ 2022થી 2 દિવસ માટે યોજાશે. ગુજરાતના આ પ્રથમ તબક્કા બાદ સાગર પરિક્રમા કાર્યક્રમ દીવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓથી નીચે પૂર્વ-નિર્ધારિત દરિયાઇ માર્ગ દ્વારા તમામ દરિયાકાંઠાનાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવશે.



મત્સ્યોઘોગ મંત્રી પરશોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના માછીમાર લોકોની સમસ્યાઓ જાણવા મળે એ માટે 75મા “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ભાગ રૂપે આ સ્થળો અને જિલ્લાઓમાં માછીમારો, માછીમાર સમુદાયો અને હિતધારકો સાથે વાર્તાલાપ કાર્યક્રમ યોજાશે. આઝાદીનાં 75 વર્ષ અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી અને સ્મૃતિમાં ભારત સરકારની આ એક મહત્વપૂર્ણ પહેલ છે. આત્મનિર્ભર ભારતની ભાવના તરીકે તમામ માછીમાર લોકો, માછીમારો અને સંબંધિતો સાથે એકતા દર્શાવતા દરિયાકાંઠાના પટ્ટામાં સમુદ્રમાં એક ઉત્ક્રાંતિ વિષયક પ્રવાસની કલ્પના કરવામાં આવી છે.

“સાગર પરિક્રમા”ની યાત્રા ગુજરાત રાજ્યથી શરૂ થશે. ગુજરાતના માંડવીથી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતેથી શરૂ થશે. લાંબી દરિયાઇ યાત્રાના કાર્યક્રમ તરીકે સાગર પરિક્રમાનો પ્રથમ તબક્કો 5મી માર્ચ 2022ના રોજ માંડવીથી ઓખા શરૂ થશે અને છઠ્ઠી માર્ચ 2022ના રોજ પોરબંદર ખાતે સમાપ્ત થશે. સાગર પરિક્રમાની યાત્રા રાષ્ટ્રની ખાધ સુરક્ષા, દરિયાકાંઠાના માછીમાર સમુદાયોની આજીવિકા અને દરિયાઇ જીવસૃષ્ટિની સુરક્ષા માટે દરિયાઈ માછીમારી સંસાધનોના ઉપયોગ વચ્ચે ટકાઉ સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરાંત જેમ કિસન ક્રેડીટ કાર્ડ ખેડૂતોને મળે છે તેવી રીતે હવે માછીમારને આપવાનો નિર્ણય પ્રધાનમંત્રીએ કર્યો છે. જેની SOP પણ તૈયાર કરવામાં આવી છે.


- Advertisement -


- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular