Wednesday, February 18, 2026
HomeGujaratમણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં જોવા મળ્યા, આદિવાસી પંચે તાપી બંધનું એલાન આપ્યું

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં જોવા મળ્યા, આદિવાસી પંચે તાપી બંધનું એલાન આપ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. તાપી: દેશને શરમમાં ડૂબાડી ડે તેવી ઘટનાનો એક વિડીયો મણિપુરમાંથી (Manipur Video) સામે આવ્યો હતો, આ વિડીયોમાં કેટલાક લોકો બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં ફેરવી રહ્યા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં તેની પ્રતિક્રિયા જોવા મળી હતી, ત્યારે આજે ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયનું (tribal community) પ્રભુત્વ ધરાવતા તાપી (Tapi )જિલ્લામાંથી આ ઘટનાને લઈને પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. આજે સવારથી જ તાપી જિલ્લામાં મણિપુરની ઘટનાના વિરોધમાં બંધ પાળવામાં આવ્યું હતું.

વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, મૈતેઇ સમુદાયના લોકો કુકી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી રહ્યા છે અને બાદમાં આ નરાધમોએ મહિલાઓ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. આ વિડીયો ગઇકાલે વાયરલ થયો હતો, ત્યાર બાદ દેશમાં બધી જ જગ્યાએ સોશિયલ મીડિયા પર અને જાહેરમાં આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં પણ તાપી જિલ્લાના આદિવાસી સમુદાય દ્વારા આ ઘટનાનો વ્રોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તાપી જીલ્લામાં વેપાર, ધંધા ના એ દુકાનો સ્વયંભૂ બંધ રાખવામા આવી હતી. આદિવાસી પાંચ દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી હતી.

- Advertisement -

એક તરફ દેશના વડાપ્રધાન જાહેર મંચ પરથી ‘સૌનો સાથ સૌનો વિકાસ’ની વાત કરે છે અને ગરીબો, વાંચીતો અને પિડિતોને અપમાન સાંખી લેવામાં નહી આવે તેવા નિવેદન આપી રહ્યા છે. બીજી તરફ દેશના કેટલાક રાજ્યમાં આજે પણ દલિત અને આદિવાસીઓ પર અત્યાચારની ઘટના બની રહી છે. ક્યારેક પેશાબ કરતી ઘટના તો કયારેક ચંપલ ચટાડતી ઘટના. ત્યારે હવે તો હદ થઈ ગઈ છે જ્યારે મણિપુરમાં લગભગ 3 મહિનાથી જાતિગત રમખાણો ચાલી રહ્યા છે અને હવે તો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં ફેરવતા હોય તેવો વિડીયો વાયરલ થાય છે, તેમ છતાં સરકાર આ હિંસાને રોકવામાં નિષ્ફળ રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular