Friday, May 1, 2026
HomeGujaratઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે બનાસકાંઠા...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે બનાસકાંઠા જેલમાંથી ધરપકડ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત રમખાણોના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને આર.બી શ્રીકુમાર બાદ હવે પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મંગળવારે બનાસકાંઠા જેલમાં લાંબા સમયથી બંધ સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. ભટ્ટની નાણાંની ઉચાપત અને બનાવટી દસ્તાવેજોના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ધરપકડ કરી હતી. શ્રીકુમાર અને સેતલવાડની ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા મુંબઈમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની જેલમાં કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ પણ આ કેસમાં આરોપી છે.

- Advertisement -



ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવામાં આવેલા SITના રિપોર્ટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યું કે તિસ્તા સેતલવાડ પોતાનો સ્વાર્થ સાબિત કરવામાં વ્યસ્ત છે. કોર્ટે સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર દ્વારા દાખલ કરેલા ખોટા સોગંદનામાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય આરોપીઓને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી હતી. કોર્ટે કહ્યું હતું કે રમખાણો પૂર્વ આયોજિત હતા તે સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. વહીવટીતંત્રના અમુક અધિકારીઓની નિષ્ક્રિયતા અથવા નિષ્ફળતાને રાજ્ય સરકાર દ્વારા લઘુમતીઓ સામે હિંસાના પૂર્વ આયોજિત કાવતરાનો આધાર ગણી શકાય નહીં. તેમજ તેને લઘુમતીઓ સામે રાજ્ય પ્રાયોજિત હિંસા કહી શકાય નહીં.

તિસ્તા શેતલવાડ દ્વારા 8 જુલાઇએ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી. જામીન અરજી સામે SITના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટનો હુકમ અને કેસના ક્લોઝર રિપોર્ટના દસ્તાવેજો વધુ હોવાથી સમયની માંગણી કરવામાં આવી હતી. તિસ્તા દ્વારા કેસની ઝડપી સુનાવણીમાં માંગ પણ કરવામાં આવી હતી. આ કેસ વધુ સુનાવણી 15 જુલાઇએ થશે. ગુજરાત સરકાર દ્વારા આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેમાં DIG ATS દીપન ભદ્રનની અધ્યક્ષતામાં DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક, ATS SP સુનીલ જોશી, ASP બી.સી સોલંકી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular